પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૯૮ અક પાંચમે રીઢા : માસા, હું ત્યાંથી નિશ્ચય કરીને આવી છું કે હું મારું જીવન પ્રભુનાં કાર્યોમાં જ ગાળીશ, અને તમારા વિચારે જેમ સમજી છું તેમ વર્તવા પ્રયત્ન કરીશ. નસ્ટ : (ઉત્સાહથી) જે કરે તે પ્રભુને નામે કરજે. એટલે તે તને મદદ કરશે. શ્રી : તમારે એ આશીર્વાદ જ ઇચ્છું છું. (પગે લાગે છે.) બીજું, આજના છાપામાં સનાતન હિંદુધર્મ સભાના આચાર્યો, શાસ્ત્રીઓ વગેરે ચાળીસ જણાની સહીથી એક પત્રિકા પ્રસિદ્ધ થઈ છે. એમાં તમારે વિષે ઉલ્લેખ છે. તમારી ઈચ્છા હોય તો વાંચી સંભળાવું ? નરૂદ્ધ : મારે હવે છેલ્લી ઘડીએ પણ જાણવા જેવું છે ? સ્ટા : હું ધારું છું કે છે. નટર : તો ભલે વાંચ. [ કાગળ વંચાય છે તે દરમ્યાનમાં સવે કુટુંબીઓ એક પછી એક આવીને ગોઠવાઈ જાય છે. ] ઢીઢા : (વાંચે છે ) “સર્વે સનાતની હિંદુઓ પ્રત્યે : રેસનાતન હિંદુધર્મ સભા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવે છે કે હાલમાં નકુલરાય શરણાવત નામના એક જમીનદારે એક નવું પાખંડ ચલાવ્યું છે, અને તે વેદમૂલક સનાતન હિંદુધર્મની નિંદા કરે છે તથા લોકોને ઊંધે માર્ગે દોરે છે અને આપણા દેશના રાજ્યની ૧. ચર્ચના આર્ચ બિશપ, બિશપ વગેરે. ૨. ઉપાસકો પ્રત્યે. ૩. પ્રભુ સ્થાપિત ચર્ચ.