પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ છઠ્ઠો ૧૯૯ તેમજ ધર્મની વિરુદ્ધ વાતો કરે છે. અને તેની શિખવણીથી કેટલાક લો કે સનાતન હિંદુધર્મનો ઉપદેશ લેતા તથા તેને સદાચાર, દાનધમ વગેરે પાળતા બંધ થયા છે. વળી કેટલાક રાજની નોકરી છોડે છે, ૪તથા પોતાના કુળપરંપરાગત વર્ણાશ્રમના ધર્મો છોડીને વર્ણાશ્રમ વ્યવસ્થાનો નાશ કરી રહ્યા છે. દાખલા તરીકે, કેટલાક બ્રાહ્મણ તથા શુદ્ર અને અંત્યંજને સમાન માનવા લાગ્યા છે, તથા કેટલાક લશ્કરમાં ભરતી થવા ના પાડે છે, અને એ રીતે ધર્મનું તેમજ રાજ્યનું નુકસાન કરે છે. તે માટે સર્વ પ્રજાને ચેતવવામાં આવે છે કે કોઈ એ એ નકુલરાયના તથા એના મળતિયાઓના વિચાર સાંભળવા નહિ અને માનવા નહિ, અને એમનો પડછાયો પણ લેવો નહિ. અને એ જે શીખવે છે તે સાવ ખોટું છે, અને ધર્મથી ઊલટું છે, અને એણે શાસ્ત્રોના મનમાન્યા અર્થ કરીને બેસાડયું છે. માટે એ નરકમાં જશે અને જે એનું સાંભળશે તે પણ નરકમાં જશે એમ નકકી જાણવું. અને, વળી, પ્રજાએ રાજા પ્રત્યે ભક્તિ રાખવી અને એની આજ્ઞાને માનવી, તથા એનાં જુદાં જુદાં ખાતાંઓમાં રહેલા સેવકોએ પોતાની નોકરી સંપૂર્ણ વફાદારીથી બજાવવી, કારણ કે પરાજા એ જ આ લોકમાં વિષ્ણુ છે, અને એના રાજદંડના ધારણથી જ સવ પ્રજાએ સ્થિર ટકી રહે છે એમ કે સર્વ શ્રુતિ, સંસ્કૃતિ, પુરાણમાં કહ્યું ૪. આ વાક્ય છોડી દેવાય. ૫. રાજાની સત્તા ઈશ્વરનિર્મિત છે. ૬. ધર્મગ્રંથોમાં.