પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નાટક પર છેલ્લી દષ્ટિ નાટકરૂપે ટોયે નીચેના મુદ્દાઓ સમાજ આગળ રજૂ કર્યા છે: (૧) પ્રાણીમાત્રનું હિત ઈચ્છનાર તથા પોતાનું આત્યંતિક અય કરવા ઈચ્છનાર ધાર્મિક પુરુષથી પરિગ્રહ રાખવા, વૈભવ ભોગવવા અને બીજાઓને પોતાના દાસત્વમાં રાખવા – એવું જીવન આચરી શકાય કે ? (૨) યુદ્ધમાં ચુતી હિંસાને તેમજ રાજદંડ દ્વારા કાયદો અને વ્યવસ્થાને નામે થતી શિક્ષાને કોઈ સાચો ધમ વાજબી ઠરાવી શકે છે ? અને (૩) સમાજની વ્યવસ્થા રાજ્યની દંડશક્તિ વિના રહી ન જ શકે એમ જે પ્રજાને લાગતું હોય તો તે પ્રજામાં રહેનારા પ્રયાથી અને અહિંસાધમ પુરુષનું કર્તવ્ય શું ? - પહેલા બેને ઉત્તર ટૉલ્સ્ટોયે નકારમાં આવે છે, અને એનું સમર્થન કરનારા ધર્મશાસ્ત્રીઓને દંભી અને પાખંડી કહેવા સુધી હિંમત કરી છે. છેલ્લા પ્રશ્નનો ઉત્તર એ એવા આપે છે કે એવા પુરુષે રાજ્ય સાથે અસહકાર કરીને જ હંમેશાં રહેવું જોઈએ. રાજ્યતંત્ર ચલાવવામાં,