પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२०२ દંડ ઠરાવનારા કાયદાઓ ઘડવામાં, એની એ પ્રકારની આજ્ઞા પાળવામાં, તથા એ કાયદાનો અમલ કરાવવામાં એ રાજ્યને કોઈ પણ જાતની મદદ ન કરે, અને તેમ કરવા જતાં વીરેંદ્રની જેમ એને મરવું પડે તો મરે પણ ખરા. પણ એ ટોલ્સટોયના ઉત્તરો છે. ટૉલ્સ્ટૉય કહે છે કે એ ઉત્તર બાઈબલના મનનમાંથી સ્પષ્ટ રીતે નીકળે છે. નકુલ કહે છે કે એ ગીતાના મનનમાંથીયે સ્પષ્ટ રીતે નીકળે છે. ઈશુનું તથા આ સંતોમાંથી ઘણાનું ચરિત્ર એ ઉત્તરાને અનુસરીને જ છે એમ બતાવવું કઠણ નથી. છતાં એ પણ નિર્વિવાદ છે કે ઘણાખરા ખ્રિસ્તી તેમજ હિંદુ (સનાતની તેમજ આર્યસમાજી) પંડિતો પ્રામાણિકપણે કહેશે કે આ ઉત્તરે ખોટા છે, અધૂરા છે, અને પોતાના મનમાંથી ઉપજાવી કાઢેલા છે. - ત્યારે આમાંથી આપણે શી રીતે નિર્ણય કરી શકીએ ? હિંદુ શાસ્ત્રીએ કહેશે કે આમાં કશી મુશ્કેલી કે ધર્મસંકટ છે જ નહિ. ટ્રસ્ટના — કે નકુલના - અધુરા વાચન અને મનનને પરિણામે જ એણે મુશ્કેલીઓ ઊભી કરી છે, અને પિતાને તેમજ બીજાને દુ:ખના દરિયામાં હેલ્યા છે. હિંદુ ધર્મશાએ તો આ બાબતમાં યોગ્ય વ્યવસ્થા કરી જ આપેલી છે. એ વ્યવસ્થા આ જાતની છેઃ ધર્મ બે પ્રકારનો છે —પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધમ. દરેક માણસે પોતપોતાના અધિકાર પ્રમાણે પોતાનો ધર્મ પસંદ કરી લેવો. નકુલની બુદ્ધિના સંસ્કારે નિવૃત્તિધર્મને અનુકૂળ હતા. એને માટે સાચો ઉપાય એણે સંન્યાસ લે