પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એ જ હતો. પણ સ્ત્રીપુત્રાદિકના મોહને લીધે તેમજ બીજી બાબતમાંયે વૈરાગ્યની ઓછપને લીધે એણે જાતે સંન્યાસ લીધો નહિ, પણ પ્રવૃત્તિધર્મ કુટુંબીઓને નિવૃત્તિધર્મ માં ખેંચવા નિષ્ફળ પ્રયત્ન કર્યા કર્યો. નકુલની નિષ્ફળતાનું અને કલેશનું કારણ આ જ હતું. એ સંન્યાસી થયે હોત, વીરેકને સંન્યાસી કર્યો હોત તે એ અને સુખ અને શાંતિમાં રહ્યા હોત, અને કુટુંબીઓ અને રાજય પણ પેતાને ભાગે સુખમાં રહ્યાં હોત. પછી રહ્યો પ્રવૃત્તિધર્મા. વર્ણાશ્રમ વ્યવસ્થા દ્વારા હિંદુધમેં એની ચેજના સારામાં સારી રીતે કરી આપી છે. નિવૃત્તિધર્મી સંન્યાસી સમાજથી અલગ થઈ જાય છે. પ્રવૃત્તિમ સમાજને માટે જ છે અને સમાજના સર્વે જાતની વૃત્તિઓના માણસો માટે છે. એમાં બુદ્ધિમાન પુરુષને પંડિત થવાની, પરાક્રમીને શર થવાની, ખટપટીને શ્રીમંત થવાની અને જડને શારીરિક પરિશ્રમ કરવાની અનુકૂળતા છે. માણસનાં બુદ્ધિ, પરાક્રમ, ઉદ્યોગ અને શ્રમશકિત સરખાં નથી, માટે સમાજમાં સ્થળ સમાનતા રહી જ ન શકે. સ્થૂળ સમાનતા લાવવા જતાં અવ્યવસ્થા જ થાય. કોઈ સુખી થાય નહિ. માટે રાજયવ્યવસ્થા, તેને અંગે રાજદંડ, તેને અંગે અત્યંત અહિંસા નહિ તેમજ કેવળ હિંસા નહિ પણ મર્યાદિત હિંસા સ્વીકાર્યું જ છે. જે સ્વીકાર્યા વિના ચાલે એવું જ નથી, જેની પ્રજાએ અમલ કર્યા વિના રહેશે જ નહિ – તેને અધમ ઠરાવીને શે ફાયદે ? માટે જ એને અધમ ન ઠરાવતાં ધર્મ પ્રણેતાઓએ એની મર્યાદાઓ નિશ્ચિત કરી એને પ્રકૃત્તિધર્મ કહ્યો છે. એ નિવૃત્તિધર્મ કરતાં ઊતરતો હશે,