પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૦૪ એની આચરણમાં કયાંક વધારે પડતા વાર્થને લીધે થાડાઘણો અનર્થ થતો હશે. એવા અનર્થી નવા કાયદાઓ ધડી દૂર કરી શકાય, પણ મૂળ રચનામાં અધમ નથી. ( ખ્રિસ્તી – ખાસ કરીને રામન તેમજ ગ્રીક ચર્ચના – ખ્રિસ્તી પંડિતો પણ આવા બન્ને પ્રકારના ધર્મો માન્ય રાખે છે, અને બેનાં જુદાં ક્ષેત્ર રચી એકબીજાથી અલગ રાખીને કૃતાર્થતા માને છે, અને આ જ કારણ છે કે ખ્રિસ્તી ધમે “જૂના કરાર ને નવા જેટલું જ માન્ય રાખ્યા છે. નકુલને પ્રવૃત્તિનિવૃત્તિ ધર્મ ને આ ભેદ માન્ય નથી. મારાં સુખ અને સગવડ સાથી વધશે એ દૃષ્ટિથી ધર્મના સિદ્ધાન્તો ઠરાવી શકાય જ નહિ, પણ બીજાનાં અને સહુનાં સુખસગવડ શાથી વધશે એ ધમ ઠરાવવામાં દૃષ્ટિ હોવી જોઈએ. વળી, એથીયે આગળ જઈ તે માને છે કે સુખસગવડ વધશે કે ઘટશે એ વિચાર જ ધમ શોધતી વખતે મનમાં આવવા દેવો ન જોઈએ, પણ સત્ય વતન શું હોઈ શકે એટલે જ વિચાર રાખી ધમની શોધ થવી જોઈ એ. મીનળલમી, સુરેશ, લાવણ્યકુમારી, મિત્રદેવ તથા ચંદ્રિકા રાણી સૌને સુખસગવડ કાયમ રાખવાં છે, અને જીવન ‘ભોગવવું છે – અને તેને નકુલના સિદ્ધાંત પ્રતિકુળ લાગે છે, માટે એ ધર્મ જ ન હોઈ શકે એમ તેઓ ઠરાવવા ઇચ્છે છે અને પોતાની જીવનવ્યવસ્થા અધર્મયુક્ત નથી એમ ઠરાવવા પ્રયત્ન કર્યા કરે છે. ક્ષત્રિયના યુદ્ધ ધર્મ અને રાજદંડનો અધિકાર એ પણ એવાં પોતાનાં અથવા પોતાને અનુકુળ હોય એવા થોડા લો કોનાં સુખસગવડ કાયમ રાખવાની બુદ્ધિમાંથી જ હરાવવામાં આવ્યાં