પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૦૮ ઘણી આ બાજુ રહી છે. ટોચને પાંચ યમો પૈકી બ્રહ્મચર્યની આવશ્યક્તાં ઘણી મેડી ઉંમરે – સોળ બાળકે થયા પછી - સમજાઈ હતી, અને એ સમજાઈ ત્યારે તો એની વૃદ્ધાવસ્થા શરૂ પણ થઈ ચૂકી હતી. આ નાટકમાં એની ઝાંખી પણ નથી. ટોલ્સ્ટોય તેમજ નકુલની નિષ્ફળતાનું ખરું કારણ આ હોય ? શાસ્ત્રો ગમે તે કહે છતાં જેને શ્રેયને માર્ગે જવું છે અને સર્વ પ્રાણીઓનું હિત જેવું છે તેણે ટૉલ્સ્ટોયના ઉપરના ત્રણે વિચારો પર ગમે ત્યારે આવ્યે જ છૂટકે છે. એના છેલ્લા વિચારનો અર્થ એ થાય છે કે રાજ્યવ્યવસ્થા એટલે પશુબળ પર નભનારી વ્યવસ્થા નહિ, પણ અહિંસાના બળ પર નભનારી વ્યવસ્થા જ હોવી જોઈ એ. એ રીતે જેટલી વ્યવસ્થા જાળવી શકાય તેટલાથી સંતોષ માનવ જોઈ એ. ખાટું કૃત્ય અટકાવવા તમે જેવો સૂઝે તેવો ઉપાય ભલે લઈ લો. પણ એક વાર એ બની ગયા પછી એ કરનારને દંડ દે, અને માનવું કે એથી વ્યવસ્થા જળવાય છે એ વહેમ છે. એથી અનર્થોની પરંપરા અને અન્યાય જ વધે છે. આથી, ધાર્મિક પુરુષે એવા રાજયમાં કશો ભાગ લેવો જ ન જોઈએ. ટેસ્ટોયને જે પરિવર્તન જોઈતું હતું તે, મિત્રદેવની જેમ, એક રાજ્યવ્યવસ્થાને કાઢી બીજી રાજ્યવ્યવસ્થાને લાવવાનું નહોતું, પણ હિંસામય સમાજવ્યવસ્થા કાઢી અહિંસક સમાજવ્યવસ્થા સ્થાપવાનું હતું. એને વ્યવસ્થા અમાન્ય નહોતી, કાયદો - દંડાત્મક કાયદો અમાન્ય હતો.. તા. ૧૦-૮-૭૩ - અનુવાદ