પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા અટકાવી જ દઉં. આ બધાનો અર્થ શો ? એક મોટો મરદ, વસ્તારી ધરનો વડીલ, તે કાંઈ ધધો કરે નહિ, પણ ઊલટું બધું છોડવા માંડે, આપી દેવા માંડે, અને બે હાથે ખેબા ભરી ભરીને ઉડાવી દેવા માંડે ! આનું શું પરિણામ આવે તે કાંઈ વિચારવું પડે એમ છે ? આપણે કાંઈક તો સમજીએ છીએ ના ? - પ્રતાપ : (મીનળને ) પણ મીનળલક્ષ્મી, મને જરા સમજાવો તો ખરાં કે આ શાની નવી ચળવળ જાગેલી છે ? હું લિબરલ પક્ષ જાણું છું, કલબોર્ડવાળાઓને જાણું છું, કાઉન્સિલવાળાને જાણું છું. વળી રાષ્ટ્રીય શિક્ષણવાળા, પુસ્તકાલયવાળા, અને એવા બધાયે મતવાળાઓને જાણું છું. વળી સામ્યવાદીઓ, હડતાળિયાઓ, મજૂરસંઘે એમના વિચાર પણ જાણું છું. પણ આ શું નવું નીકળ્યું છે ? મને જરા સમજાવો. માનજીસ્ટફી: પણ કાલે તમને એ કહેતા હતા ને ? પ્રતાપ : તમારા સમ હું કશું સમજ્યો હોઉં તો ? ગીતા, સમવયોગ, યજ્ઞ, અપરિગ્રહ–અને દેવમંદિરો ન જોઈ એ ! પણ ત્યારે માણસે ભક્તિ અને એવું બધું કેવી રીતે કરવું ? મીનઝ૪મી: હા એ જ તો મોટું દુ:ખ છે ! એમને બધું તોડી નાખવું છે, પણ એની જગ્યાએ આપવાને એમની પાસે કશું નથી. ટીપ: ૧. ગીતા=સુવાર્તાઓ: સમત્વયાગ=પર્વત પરનું પ્રવચન - અને દેવો ન જોઈ એ. જ્યાં જ્યાં ગીતા અને સમત્વયોગ શબ્દો આવે ત્યાં આ પ્રમાણે સમજવું.