પૃષ્ઠ:Timirma Prabha.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અ ક પહેલા તે હજુ ધાવે છે, અને બીજા જુદાં. એ બધાંની સંભાળ લેવાની અને કેળવવાનાં ! આ બધું મારે એકલે હાથે કરવાનું ! પહેલાં તો એ છોકરાં પર કેટલો પ્રેમ રાખતા અને ધ્યાન આપતા ! પણ હવે તો જાણે કંઈ ચિંતા જ નથી. હજુ ગઈ કાલની જ વાત. મેં એમને કહ્યું કે વને હમણાંનો બરાબર ભણતો નથી અને પરીક્ષામાં -નાપાસ થશે; ત્યારે કહેવા લાગ્યા કે નિશાળ હવે છોડી જ દે તો વધારે સારું ! * પ્રજ્ઞા : છોડીને પછી શું કરે ? મીનઝર્મા : કઈ નહિ ! એ જ મહા વિપત્તિ છે ! જે કાંઈ આપણે કરીએ છીએ તે એમની દૃષ્ટિને ખોટું લાગે છે, પણ સાચું શું તે તો કાંઈ તે કહેતા જ નથી. પ્રતાપ : એ તો વિચિત્ર કહેવાય ! અજીર્ણ : એમાં વિચિત્ર શું છે ? તમારીયે એ જ રીત છે. બીજામાં ખોડો કાટવી, અને પોતે કાંઈ કરવું નહિ ! નાનજઈફી: સુરેશનું શિક્ષણ પૂરું થયું છે અને હવે એણે કોઈ ‘લાઈન પકડવી જોઈએ. પણ એના બાપ એને વિષે કંઈ બોલતા જ નથી. એની ઈછા સિવિલ સર્વિસમાં જવાની હતી; પણ તમારા બનેવી કહે છે કે એ ઠીક નથી. પછી એણે અશ્વદળમાં જોડાવા વિચાર કર્યો, પણ એ તો એમને જરાયે પસંદ નથી. ત્યારે છોકરા એમને પૂછવા લાગ્યા કે, ત્યારે હું કરું શું ? - હળ લઈને ખેડવા જાઉં ?' એટલે એના બાપ કહે, ‘શું ખોટું છે ? સરકારી નોકરી કરવા કરતાં એ વધારે સારું જ છે. હવે જ્યાં આવા વિચારે