પૃષ્ઠ:Timirma Prabha.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગુણ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવનાર આચાર્ય ગિજવાણીજીનું ગયે વર્ષ અકાળ અવસાન થયું ત્યારે તેમના સાથીઓ અને વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતની જનતાને આઘાત લાગ્યો હતો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને તે એક મુરખી સ્વજન ગુમાવ્યા જેવું લાગેલું. આ પ્રસંગે સ્વર્ગસ્થ આચાર્ય પ્રત્યેના પિતાના

  • ણના સ્વીકારની તથા તેમના કાયમી સ્મારકની દૃષ્ટિએ શું કરવું એ વિષે વિચાર કરવા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની એક સભા મળી હતી જેમાં આચાર્યશ્રીના અવસાન બદલ શેકની લાગણી પ્રગટ કરવાના અને તેમના ચોગ્ય સ્મારક માટે રકમ ભેગી કરવાનો ઠરાવ થયો હતો.

આ ઠરાવ અનુસાર નીમાયેલી સમિતિએ પોતાનું કાર્ય તુરત જ શરૂ કર્યું. અને થોડા સમયમાં વિદ્યાપીઠના વિદ્યાર્થી ઓ તેમજ અન્ય સમભાવી સજજન પાસેથી રૂપિયા ચાર હજાર જેટલી રકમ એકઠી કરી. - આ રકમનો ઉપયોગ આચાર્યશ્રીને પ્રિય એવા હરિજન કાર્યમાં કરવાનો સમિતિએ ઠરાવ કર્યો. પણ આચાર્યશ્રીને શાભે અને એમની સ્મૃતિ જળવાઈ રહે એવી એક ગ્રંથમાળા