પૃષ્ઠ:Timirma Prabha.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પણ શરૂ કરવાની ઘણાની પ્રબળ ઇચ્છા હતી એટલે વસૂલ આવેલી રકમમાંથી રૂપિયા એક હજાર જેટલી રકમ ગ્રંથમાળા માટે અલગ રાખી અને બાકીની રકમ ખેડામાં ભેગી વિદ્યાર્થીઓ માટે આશ્રમ બાંધવા માટે વાપરવાનું નક્કી કર્યું. [ આ ગ્રંથમાળાના પ્રથમ પુસ્તક તરીકે શ્રી. કિશોરલાલભાઈ અનુવાદિત ટોલ્સ્ટોયનું પુસ્તક “ તિમિરમાં પ્રભા ” અપાય છે એ અમારે માટે આનંદની વાત છે. આચાર્ય ગિજવાણીજી વિદ્યાપીઠના આચાર્ય અને કુલનાયક હતા તે દરમ્યાન કેટલાંક વર્ષ શ્રી. કિશોરલાલભાઈ તેમના સાથી હતા. વિદ્યાપીઠની સ્થાપનામાં ગિદવાણીજીનો કેટલે મોટો હિસ્સો છે તેનું યથાર્થ શબ્દચિત્ર ભવિષ્યમાં વિદ્યાપીઠના ઇતિહાસલેખકે દોરવાનું રહેશે. એ ચિત્રમાં કિશોરલાલભાઈ પણ નજરે પડશે એટલે માત્ર સહેજે અનુમાન કરી શકાય. વિદ્યાપીઠના એ શિપીની સ્મૃતિમાં તેમના સહયોગીની કૃતિનું પ્રકાશન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓના આ પ્રયત્નને શોભા આપ્યા વિના રહેશે નહિ. આ ગ્રંથમાળાનું પ્રકાશન નવજીવન કાર્યાલય મારફતે શરૂ થાય છે. એના સંચાલક તરફથી મળેલા સહકારની નોંધ લેવી એ અમારી આવશ્યક ફરજ છે. - આ ગ્રંથમાળા મારફતે દર વર્ષે ઓછામાં ઓછું એક્ર પુસ્તક આપવા ઉમેદ છે. એ માળામાં પ્રગટ થતાં પુસ્તક સમાજને ઉપયોગી નીવડશે એવી આશા છે. એપ્રિલ ૬, ૧૯૭૬ પરીક્ષિતલાલ મજમુદાર - અમલવાદ આચાર્ય દિવાણી સ્મારકફાળા સમિતિ