પૃષ્ઠ:Timirma Prabha.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૮ અંક પહેલે અને વિશ્વદર્શન પર જ અવલંબી રહેલો છે. એ માન્યતા કાઢી નાંખે તો ગીતાનું પ્રામાણ્ય જ ચાલી જાય. એ ભગવાનની ઉચ્ચારેલી વાણી કહેવાય જ નહિ. - નવું : ધર્મપથની ભારેમાં ભારે જડતા જ આ છે. મારે ધર્મ સ્વયં પરમેશ્વરે જ સ્થાપ્યો છે, એનું શાસ્ત્ર એણે જ નિર્માણ કર્યું છે, અને અમને જે આપ્યું છે તે બીજા કોઈને આપ્યું નથી, તેથી અમારી પાસે જ નિઃસંશય અને સંપૂર્ણ સત્ય છે, એમ કહીને જ દરેક પંથ ઝધડા ઉપ્તન્ન કરે છે. દરેક પંથ સમજાવે છે કે અમારા પંથમાં શ્રદ્ધા રાખ્યા સિવાય મેક્ષ થવાનો જ નથી. પણ જરા વિચાર કરો. હું જે એટલું જ કહું કે ઈશ્વર છે અને તે જગતનું આદિ કારણ છે, તો દરેક જણ મારી સાથે એકમત થાય, અને આવી સહમતીથી બધા ધર્મના ઝગડાઓ ટળી જાય. પણ જ્યારે હું એમ કહું કે એ ઈશ્વર તો ૯ ચતુર્ભુજ બ્રહ્મા અથવા ચતુર્ભુજ વિષ્ણુ અથવા જટાધારી શંકર કે એ ત્રણેને એકત્ર કરેલા દત્તાત્રય રૂપે છે; અથવા જ્યારે હું કૃષ્ણ, કે ઈશુ, કે મહંમદને જ ઈશ્વરી વાણી પ્રગટ કરનારા બતાવું ત્યારે એ નિરૂપણ અનેક મતભેદ નિર્માણ કરે છે. માણસ એકમત થવા ઇચ્છે છે ખરા તે માટે અનેક ઉપાય પણ જે છે; પણ ખાતરીને જે એક ઉપાય છે તેની અવગણના કરે છે. એ ઉપાય તે સત્યની જ શાધના ! એ શાના જેવું છે તો, જાણે એક અતિ વિશાળ ભુવન હોય, અને તેની મધ્યમાં છતમાંથી એક a ૭. ખ્રિસ્તના ઉપદેશનું. - ૮, બ્રહ્મા, જેહવા કે ટ્રિનિટી છે, ત્યારે. . . .