પૃષ્ઠ:Timirma Prabha.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રસ્તાવના સાહિત્યમાં કળાની દષ્ટિએ રહેલી ખૂબીઓ અથવા ખામીઓનું અવલોકન કરવા માટે મારા પોતામાં દષ્ટિ જ નથી, તો તેનું અવલોકન કરવાની શક્તિ તો કયાંથી જ હાઈ શકે ? અમુક કાવ્ય, નાટક, વાર્તા કે બીજું સાહિત્ય મને ગમ્યું કે ન ગમ્યું એટલું જ હું કહી શકું છું; શા માટે ન ગમ્યું એ કહી શકું છું – પણ કળાદષ્ટિ કરતાં મેં ક૯પેલી નૈતિક આદર્શની દૃષ્ટિ જ તેમાં હોવાનો વધારે સંભવ હોય છે, પરંતુ, ગમ્યું તો તે કયાં કયાં લક્ષણોને લીધે ગમ્યું એ હું કહી શકે એમ મને લાગતું નથી. ૧૯૩૨-૩૩ની જેલ દરમ્યાન ટોલ્સ્ટોયનાં નીચેનાં પાંચ નાટકોનું પુસ્તક મારા વાંચવામાં આવ્યું : The First Distiller (“પહુલે કલાલ’ એ નામે આ નાટક ‘પ્રસ્થાન'ના વાચકને જાણીતું હશે), The Power of Darkness (કલિપ્રભાવ ), The Fruits of Enlightenment (સભ્યતા (?) નાં પરિણામ ), The Live Corpse (જીવતું મડદુ), The Cause of it All (સર્વ પાપનું મૂળ ), અને The Light Shine tim Darkness ( તિમિરમાં પ્રભા છે. તેમાંથી છેલ્લા નાટકનું આ પુસ્તકમાં મેં વેશાંતર કર્યું છે.