પૃષ્ઠ:Timirma Prabha.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આ પાંચ નાટકોમાંથી ‘ તિમિરમાં પ્રભા એ મારું મન સૌથી વધારે વેડ્યું, તે પછી ‘સર્વ પાપનું મૂળ’, ‘ કલિ પ્રભાવ ” અને “ પહેલા કલાલ’ અનુક્રમે ગમ્યાં. “ જીવતું મડદુ’ એથી ઓછુ ગમ્યું, અને સભ્યતાનાં ફળ’ની મારી પર બહુ છાપ ન પડી.. - એ પૈકી ૬ તિમિરમાં પ્રભા’—ટોલ્સ્ટોયનું સર્વશ્રેષ્ઠ નાટક છે એમ બર્નાડ શોનોયે મત છે, અને બર્નાડ શો એ મત કેવળ કળાદષ્ટિએ જ આપે છે. એ રીતે કલાવિવેચકની દૃષ્ટિ અને મારા જેવા અનભિજ્ઞની દૃષ્ટિ કોઈ વાર સરખી શુઈ શકે છે એટલી મારે માટે સમાધાનની વાત છે. બીજાં નાટકોનો માર ક્રમ કલાત્તાનીની દૃષ્ટિએ કેટલો યોગ્ય છે તે હું જાણતો નથી. . પણ ‘ તિમિરમાં પ્રભા' – એ કલાદષ્ટિએ ટેસ્ટયનું સર્વ શ્રેષ્ટ નાટક છે તે માટે હું તેનું વેશાંતર કરવા પ્રેરાયે નથી. નાટકસાહિત્ય વાંચવાની મને હજુ રુચિ ઊપજે છે ખરી, છતાં એનું ભાષાંતર કે વેશાંતર કરવા બેસું એટલી એ રુચિ આજે બળવાન નથી રહો એમ મને લાગે છે. પરંતુ આ નાટકની ધાર્મિક, સામાજિક અને રાજકીય દષ્ટિએ મને બહુ ભારે કિંમત લાગી, અને એ દૃષ્ટિ હિંદુસ્તાન પણ સમજે તો સારું એમ લાગવાથી મેં આ વિશાંતર કરવાનો પ્રયત્ન કર્યો છે. છેબીજી ભાષાનાં શ્રેષ્ઠ સાહિત્યનું આપણી ભાષામાં વેશાંતર કે રૂપાંતર નહિ, પણ જેવું ને તેવું ભાષાંતર જ કરવું જોઈ એ એવો ઘણા વિદ્વાનોના મત છે એ મારી. જાણમાં છે. જે આપણી નજર વિદ્વાન વાચકોના ઉપર,