પૃષ્ઠ:Timirma Prabha.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તથા મૂળ પુસ્તકની કલાને આપણી ભાષામાં પ્રગટ કરવા ઉપર હોય તો આ પદ્ધતિ બરાબર છે એ હું સ્વીકારું છું દાખલા તરીકે, આ જ પુસ્તક છે. આ પુસ્તકને મેં અંગ્રેજી પરથી ઉતાર્યું છે, મૂળ રશિયન પરથી નહિ. જે અંગ્રેજી ભાષાંતરકારે પણ મારી જેમ અંગ્રેજી સમાજને ફાવે એવું વેશાંતર કરવાના પ્રયત્ન કર્યો હોત, તો આ વિશાંતર ટોલ્સ્ટોયની કલાની અગર પદ્ધતિની ઝાંખી બહુ જ ઓછી કરાવી શકત; એ અંગ્રેજી નાટકની જ કાંઈ ઝાંખી કરાવી શકત. આથી કલાની દષ્ટિએ શુદ્ધ ભાષાંતર જ વેશ્ય ગણાય એ વિચાર હું સમજી શકું છું. - પણ મારી દ્રષ્ટિમાં વિદ્વાન વાચક કરતાં થોડું ભણેલા સામાન્ય વાચક વધારે રહ્યો છે, અને નાટકમાં પ્રગટાવેલી કળા કરતાં નાટકમાં પ્રગટ કરેલી સત્યાસત્યની ચાળણા રજૂ થાય એ મને વધારે મહત્ત્વનું લાગ્યું છે. એવા વાચકને માટે જે નામેનો હું પણ સાચા ઉચારે જાણતા નથી એવાં નામથી પુસ્તક કંટાળા ભર્યું અને સમજવામાં કઠણ થઈ પડે છે એ મેં એવાં પુસ્તકે નિરક્ષર માણસોને વાંચી સંભળાવતાં અનુભવ્યું છે. ગાંધીજીએ કરેલાં “ ઈવાન ધ ફૂલ ' ઇત્યાદિ વાતોનાં ‘ મૂરખરાજ’ વગેરે વેશાંતરા બાળકે પણ સહેલાઈથી સમજી શકે છે, પણ * ધ ફન્ડ કુપન’નું થયેલું ભાષાંતર * એવું તે કેમ સૂઝયું ? ” એનાં અપરિચિત નામને લીધે કઠણ લાગેલું અને નામે બદલીને વાંચી સંભળાવતાંની સાથે આનંદપ્રદ અને બોધપ્રદ થયેલું મેં જોયું છે, અને એને એક અત્યંત નિરક્ષર ભીલને પણ સમજાવી શક્યો છું. નામ બદલવાનું આ એક કારણ...