પૃષ્ઠ:Timirma Prabha.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પણ, આ નાટક ટૉયે ખ્રિસ્તીધર્મને ઉદેશીને અને ખ્રિસ્તી શાસ્ત્રાને ટાંકીને તથા સ્વીકારીને લખ્યું છે. જો એ નાટકનું હિંદુસ્તાનના વાચક માટે કોઈ પ્રયોજન હાય તો દેખીતું છે કે ખ્રિસ્તી ધર્મના પાયા પર મંડાયેલી ચર્ચા એમાં બહુ ઉપયોગી ન થાય. સાચું પૂછતાં, ટૉસ્ટાથે આ - નાટકમાં જે પ્રશ્નો છેડ્યો છે તે હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે કેઈ વિશિષ્ટ ધર્માના નથી, પણ સમગ્ર માનવજાતિના છે. એ પ્રશ્નો સત્ય, અહિંસા, અપરિગ્રહ વગેરે સાર્વભૌમ બતમાંથી, અને માણસમાસના પરપર વ્યવહારને લગતા સિદ્ધાન્તોમાંથી ઉદ્ભવે છે, અને તે બાબતમાં બધા પ્રચલિત ધર્મો, રાજ્યો અને સમાજે સત્યથી બહુ દૂર ગયા છે. અને એમ દૂર જવામાં દરેક સમાજ કોઈકે ધર્મશાસ્ત્રની, કાયદાની કે સુવ્યવસ્થાની એથ લે છે. આથી ટૉટૉયે ખ્રિસ્તી ધર્મ પર કરેલા આક્ષેપમાંથી - જગતનો આજને એક ધર્મ મુક્ત રહી શકે એવા નથી. એ આક્ષેપો વૈદિક હિંદુધર્મને કેવી રીતે લાગુ પડે છે તે આ વેશાંતર દ્વારા બતાવવાનો પ્રયત્ન છે.* ટૉલ્સ્ટૉય આ નાટક પૂરો લખી શક્યા નહોતા. આ - નાટક એમણે ૧૮૮૦ થી ૯૦ દરમ્યાન શરૂ કરેલું તથા | * છતાં ગુજરાતમાં ખ્રિસ્તીધર્મ પાળનારા ગુજરાતીઓ પણું - છે. એમને અનુકુળ થાય તે માટે સ્ટેયે ખ્રિસ્તી ધર્મ ગ્રંથોને ‘આધારે અને ખ્રિસ્તી “ચર્ચા ' પર કરેલી ટીકાઓ મેં યોગ્ય સ્થળે 'ટિપ્પણમાં બતાવી છે. આથી ખ્રિસ્તી ગુજરાતીઓને આ નાટકનો • લાભ લેવાનું તેમજ વિદ્વાન વાચકને વેશાંતર કરવામાં થયેલા ગુણદોષોને ખ્યાલ કરવાનું અનુકુળ થશે એમ આશા રાખું છું.