પૃષ્ઠ:Timirma Prabha.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક બીજો સવારના નવ વાગ્યા સુધી ઊંધ્યાં છે. પછી ખાઈપીને એઠાં છે અને હજુ હમણાંયે ખાઓ છે. તે સાથે ગાયના ગાઓ છે અને સંગીતકળાની ચર્ચા કરી છે. હવે, જ્યાંથી હું હમણાં આવું છું, ત્યાં ખેડૂતો સવારના ત્રણ વાગ્યાના ઊઠવ્યા હતા, અને જે ચરાઈ અને ચાકી માટે ગયેલા તે તો આખી રાત ઊયા જ નહોતા. અને ઘરડા, જુવાન, માંદા, નબળા અને નાનાં છોકરાં તથા સુવાવડમાંથી ઉઠેલી તેમજ ગર્ભવતી સ્ત્રી ઓ આપણે એમની મહેનતનું "ધન નિરાંતે ઉડાવી શકીએ તે માટે લોથપોથ થઈ જાય ત્યાં સુધી કામ કરી રહ્યાં હતાં. આટલું જ નહિ. આ ઘડીએ એક કુટુંબને હું મળી આવું છું, તેમાં ઘરનો જે એક જ કામ કરનારા મરદ છે તેને કેદમાં લઈ જાય છે, કારણકે એણે આપણા કહેવાતા જંગલમાંના એક લાખ સાગના ઝાડામાંનું એક કાપી નાખ્યું ! એ સ્થિતિ જુઓ અને આપણી જુઓ. નોકરચાકરાએ નવડાવ્યા–ધોવડાવ્યા છે, જેબીએ ધાયેલાં એક જોડ કપડાં પહેર્યા છે, બીજી ૩-૪ જોડે બબ્બે દહાડા પહેરી એને માટે લેવાને કાઢી રાખી છે, અને ચાકેફીના પ્યાલા તથા મીઠાઈ ઉડાવતાં ઉડાવતાં નિરાંતે મલાર અને ભૈિરવીના આલાપ ગાઈ એ છીએ અને હિંદુસ્તાની સંગીત અને દાક્ષિણાત્ય સંગીતની તથા કયો રાગ વધારે ભાવ પ્રેરે છે અને આપણો કંટાળો દૂર કરે છે તેની ચર્ચા કરી રહ્યા છીએ ! તમારી પાસેથી જતાં આ ભાવો મારા મનમાં ઊઠયા, અને તેથી મેં કહી નાંખ્યા. વિચાર કરો આ રીતે જીવન વિતાડતાં રહેવું શક્ય છે? [ અતિ ઉગમાં ઊભા રહે છે ]