પૃષ્ઠ:Trishanku.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોરનો ભાઈ ઘંટીચોર : ૯૩
 

બેત્રણ્ જૂના કોટના ખિસ્સાં ફંફોસ્યાં : રખે ને કોઈ ભુલાઈ ગયેલી રકમ કોટના ખિસ્સામાં પડી હોય તો ! એવી ભૂલ મધ્યમ વર્ગના ખિસ્સાં કદી કરતાં નથી. એ ભૂલ થાય તોપણ ધનિકોનાં કે ગરીબોનાં ખિસ્સાંઓમાં કેટલાંક તાકાં તરફ તેણે નજર કરી. પરંતુ તેમાં ઘસાયેલો સાબુ, તૂટેલી કાંસકી કે કટાયલી બ્લેડ સિવાય કાંઈ દેખાયું નહિ.કબાટ પણ્ તેણે ખોલ્યું; એમાં પણ્ કંઈ આશા ઉપજાવતી નિશાની તેને દેખાઈ નહિ. અંતે તેની નજર જીવનના પ્રતીક સમી ખાલી કૅશબૉક્સ તરફ્ પડી. કૅશબૉક્સ એટલે આશામાંથી નિરાશામાં ખેંચી જતો મધ્યમ્ વર્ગનો આર્થિક સંક્ત. કૅશબૉક્સને જોઈને એને કટાળો આવ્યો ને કંટાળામાંથી એને રીસ ચઢી. કૅશબૉક્સને ઊંચકી પછાડવાનું મન થયું. એને હાથમાં લઈ ખખડાવી, પછાડવા જાય્ છે ત્યાં તે એકાકેક અટક્યો; ખાલી કૅશબૉક્સમાં જરા વધારે ભાર લાગ્યો અને ઠીકઠીક રકમનો ખકહડાટ થયો. સરલા કહેતી હતી એવું ખાલીપણું એને કૅશબૉક્સમાં ન દેખાયું. જરા આશ્ચર્ય પામી કિશોરે તેને પોતાની પાસે હાથમાં રાખી અને તે પાછો એકની એક બેસવાની ખુરશી ઉપર બેઠો.

એટલામાં જ તારાએ આવીને ચાનો પ્યાલો કિશોરના હાથમાં મૂકી દીશો. કિશોરે ચા પીવા માંડી, અને પીત્ એપીતે તારા સમે જોયા વગર કહ્યું:

'તારાં ભાભી ક્યાં છે?'

'હું બોલાવું, ભાઈ !' કહી તારાએ બારણા પાસે જઈ હળવી હાક્ મારી :

'ભાભી ! ભાઈ બોલાવે છે તમને.'

અંદરથી સરલાએ જવાબ્ આપ્યો:

'આવી...અબઘડી,' અને એ તો એ જ ક્ષણે પતિ પાસે આવી અને ઊભી રહી. કિશોરે એ જ ક્ષણે સરલાના મુખ તરફ જોયું ને કૅશબૉક્સ તેની સામે ધરી કહ્યું:

'સરલા ! આ તારી બૅંક ખોલી જો ને?"

'પણ અંદર તો કંઈ જ નથી. હોત તો મેં ક્યારનુંય કાઢી આપ્યું હોત.' સરલાએ સહજ હસ્તે હસતે જવાબ આપ્યો.

'સરલા ! આ રકમ આપ્યા વગર ચાલે તેમથી, મારા બોલનો પ્રશ્ન છે.' કિશોરે જરા સખતાઈથી કહ્યું.

'તમારો બોલ એ મારો બોલ. હજી તમારી આપેલી વીંટી મેં પહેરી રાખી છે. કંઈ ન હોય તો એનો ઉપયોગ શા માટે ન થાય? ' કહી સરલાએ