આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોરનો ભાઈ ઘંટીચોર: ૯૫
‘પાછો એ તને નકલના પૈસા આપે !... ચાલ, આમાંથી પચીસ રૂપિયા ગણી મને આપી દે !' કિશોરે આજ્ઞા કરી અને તારાએ જમીન ઉપર પડેલા રૂપિયામાંથી પચીસ રૂપિયા ગણીને ભાઈના હાથમાં મૂક્યા. મૂકતે મૂકતે તારાએ કહ્યું :
'ભાઈ ! તમે હિસાબ ગણી જુઓ !'
‘ગણ્યો હિસાબ !'
'તો પછી આ પાંચ રૂપિયા વધે ક્યાંથી ?' સરલાએ હિંમત કરી પોતાનો બચાવ કર્યો.
'હં !' 'કરી કિશોર હાથમાં રૂપિયાની મૂઠી વાળી ઊભો થયો અને તારાએ કહ્યું :
‘ભાઈ ! સાચું ન લાગતું હોય તો દર્શનને બોલાવી લાવું, અગર તમે જાતે જ એમને પૂછી જુઓ.'
કિશોરે કાંઈ પણ જવાબ ન આપતાં રૂપિયા લઈ બારણા તરફ ચાલવા માંડ્યું. જતે જતે કિશોરના મુખમાંથી ઉદ્દગાર નીકળ્યા :
'ચોરનો ભાઈ ઘંટીચોર !'