પૃષ્ઠ:Trishanku.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
 
અગ્નિનો ભડકો
 

કિશોર પોતાની ઑફિસરૂમમાં બેઠો બેઠો કામ કરી રહ્યો હતો. સહીઓના કાગળ પૂરા થયા હતા અને તેનું મેજ લગભગ ખાલી થવા આવ્યું હતું. એવામાં ઘડિયાળે છના ટકોરા વગાડયા. કિશોરે ઘડિયાળ સામે જોયું. સાંજ પડવા આવી હતી અને કચેરીનો સમય પૂરો થઈ ગયો હતો એ પણ એણે મનથી નોંધ્યું. બાકી રહેલા કાગળો તેણે ઝડપથી જોઈ, એક-બે ઉપર સહી કરી બીજા બાજુ ઉપર મૂકી દીધા. નિત્યાનયમ પ્રમાણે તેણે ખુરશી ઉપર ટીંગાયેલો પોતાનો કોટ પહેરી લીધો અને ખિસ્સામાંથી કાંસકી કાઢી પોતાના વાળ ગોઠવ્યા અને હાથરૂમાલ વડે મુખ સાફ કરી, રૂમાલ પાછો ખિસ્સામાં મૂકી દીધો. રૂમાલ ખિસ્સામાં મૂકતે મૂકતે તે અટકી ગયો અને તેની આંખ પણ સ્થિર થઈ જોવા લાગી. એની જ કલ્પનાએ ઊભું કરેલું એક વિચિત્ર તાદ્રશ દ્રશ્ય તેની આંખ સામે ચિતરાઈ રહ્યું. જે ખિસ્સામાં તે રૂમાલ મૂકવા જતો હતો તે જ ખિસ્સામાં તેની પત્ની સરલા હાથ ઘાલી રહી હોય એવો તેને ભાસ થયો !

ભાસ એટલેથી અટક્યો નહિ. કિશોરના હાથ બીજા ખિસ્સામાં તેનાં બન્ને બાળકો શોભા અને અમર હાથ નાખવાની હરીફાઈ કરતાં હોય એમ દેખાયું ! કોટને ત્રીજું પણ ખિસ્સું હતું. એ ત્રીજા ઉપરના ખિસ્સામાં તારા પાછળ ઊભી ઊભી હાથ નાખી કાંઈ ખેંચતી હતી, અને કાતર લઈ દર્શન પણ સામેથી આવતો દેખાયો. બિલાડીનું જાણે બાકી રહી ગયું હોય તેમ તે પણ તેના પાટલૂનના ખિસ્સા ઉપર નખ ભેરવી વળગવા મથતી હતી. કિશોરના મુખ ઉપર ભારે મૂંઝવણ દેખાતી હતી. મૂંઝવણથી કિશોરને ક્રોધ ચડયો. હસતે મુખે ખિસ્સું ખોલી રહેલી સરલાને ધક્કો મારી ખસેડી નાખતાં કિશોર મોટેથી બોલી ઊઠયો :

‘જંજાળનો મોહ ! હટી જા'

હાથ વડે તેણે ભાસમય સરલાને ધક્કો માર્યો, અને સરલા જમીન ઉપર પડી ગઈ. કલ્પનામય બિલ્લી કૂદીને ટેબલ ઉપર - મેજ ઉપર ચડી અને તેને કિશોરે થપાટ મારી, અને એકાએક આખું કલ્પના-દૃશ્ય સમેટાઈ ગયું ! એની પાસે ન હતી સરલા કે ન હતી બિલાડી, એનાં બાળકો પણ અલોપ