પૃષ્ઠ:Trishanku.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦ : ત્રિશંકુ
 

બિલાડી સાથે રમતો રમતો પિતા તરફ દ્રષ્ટિ કરતો જતો હતો. આજ બાળકોને પણ પોતાના પિતાના વર્તનમાં બહુ નવાઈ લાગી.

કિશોરની આંખ ઘડીમાં શૂન્ય બની જતી અને ઘડીમાં ચમકી ઊઠતી. શૂન્ય મને તેણે ચાના એક બે ઘૂંટડા પીધા, અને પાછો વિચારોમાં કે શૂન્યતામાં ઊતરી ગયો.

એકાએક કિશોરની દ્રષ્ટિ કબાટ ઉપર મૂકેલી કૅશબૉક્સ ઉપર પડી. અને વધારાનાં કૅશબૉક્સને અડીને નિદ્રાવશ બેઠેલી એક ચકલી પણ તેના જોવામાં આવી. કૅશબૉક્સ જોતાં જ તેને વિચાર આવ્યો :

'પડીકાની નોટો જરા ગણી જોઉં ! ભલું પૂછવું માણસજાતનું તેમાંય ખાસ કરીને શેઠિયાઓનું !'

વિચાર આવતાં જ તેણે નોટોનું પડીકું ખોલ્યું અને તેમાંની નોટોનો થોકડો બહાર કાઢ્યો. નાની નાની નોટ-થોકડીઓ ઉપર વીંટેલા કાગળરેપર-ફાડીફાડીને તેણે પાસે પડેલી સઘડીમાં નાખવા માંડ્યા, અને નોટ ગણીગણીને પાસેના સ્ટૂલ ઉપર ચાના પ્યાલા પાસે મૂકવા માંડી. કાગળ બળતાં બળતાં રંગબેરંગી પ્રકાશ થતો હતો અને તે અમર ધ્યાનપૂર્વક જોઈ રહેતો હતો. કાગળ બાળવાની તૈયારી નિહાળી તે ધીમે ધીમે કિશોરની ખુરશી પાસે આવી ઊભો રહ્યો – પિતાની નજર ન પડે એમ !

નોટ ગણતે ગણતે કિશોરની નજર ઓરડીના એક સ્થળ ઉપર ચોંટી રહી. બિલાડી સૂતેલી ચકલીને ક્યારની તાકીને જોયા કરતી હતી. તેણે ઝટ કબાટ ઉપર તરાપ મારી અને કિશોર ઊભો થઈ બિલાડી તરફ દોડ્યો. ચકલી ઊડી ગઈ અને ચિચિયારી કરતી તે બીજે બેઠી. નિષ્ફળ બનેલી બિલાડીએ તે બાજુ પર પણ કૂદકો માર્યો. પરંતુ કિશોરે ચકલીને બચાવી લીધી અને બિલાડીને જોરથી થાપટ મારી ઓરડીની બહાર કાઢી.

બિલાડીને બહાર કાઢતાં બરોબર કિશોરને લાગ્યું કે સઘડીમાં મોટો ભડકો થયો છે. કિશોરે ચમકીને તે બાજુએ જોયું તો અમર આનંદપૂર્વક નોટના ચોડાને સઘડીમાં નાખતો અને તેમાંથી ઊપજતા ભડકાને રસપૂર્વક નિહાળતો હતો !

કિશોરનું હૃદય ધબકી ઊઠ્યું. તે કાંઈક દોડ્યો અને સઘડીમાં લગભગ બળી ગયેલા થોકડાને તેણે બહાર પણ કાઢ્યો ! અગ્નિમાં હાથ નાખનારના હાથ પણ જરૂર બળે. કિશોરના હાથ દાઝયા. બળેલા નોટના ચોડાને તે ક્ષણભર જોઈ રહ્યો, તેને જમીન ઉપર ફેંકી દીધો, અને ગભરાઈ