પૃષ્ઠ:Trishanku.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગૃહસ્થાઈમાંથી ગુંડાગીરીઃ ૧૧૯
 

કલાકમાં...'

‘કિશોર ! ફોન ઊપડી ચૂક્યો અને પોલીસને આ પહોંચ્યો...' એટલું કહી શેઠસાહેબે ઝડપથી ફોનના ત્રણેક આંકડા ફેરવ્યા. કમનસીબે ત્રણ આંકડામાં ફોન પહોંચતો નથી. કિશોરે જરાક અવાજમાં સખાઈ લાવી કહ્યું :

'સાહેબ ! ફોનની રમત જતી કરો કૃપા કરીને !'

'અને જતી ન કરું તો ?' એટલું કહેતાં બરોબર શેઠસાહેબે ચોથો આંકડો ફેરવ્યો અને એકાએક મેજ ઉપર પડેલ શેઠની જ લાકડી ઝડપથી ઊંચકી લઈ કિશોરે જગજીવન શેઠના હાથ ઉપર જોરથી પ્રહાર કર્યો. શેઠના હાથમાંથી રિસીવર પડી ગયું. પ્રહાર સાથે જ કિશોર બોલી ઊઠ્યો :

'એ રમત જતી નહિ કરો તો આમ થશે !'

'એકાએક શેઠસાહેબ ઊભા થવા ગયા અને કિશોરે લાકડી ઉઠાવી કહ્યું :

‘ઊભા થશો તો માથામાં ફટકો પડશે... આપની સીસમની લાકડી મજબૂત પણ છે.'

કિશોરને એટલામાં લાગ્યું કે શેઠસાહેબ બૂમ મારી ઊઠશે એટલે કિશોરે ફરી ધમકી આપી :

‘અને શેઠસાહેબ જો બૂમ પાડી તો ખિસ્સામાંથી છરી કાઢું એટલી જ વાર છે.' કિશોરે એક હાથ ખિસ્સામાં નાખ્યો પણ ખરો. નમ્ર બનતા શેઠે કહ્યું :

‘અલ્યા કિશોર ! મને ખબર નહિ કે તું આવો ગુંડો બની ગયો છે !.. તું કહે તો...'

‘મારે હવે કાંઈ જ કહેવાનું નથી. કહેવાનું એટલું જ કે તમારા સરખા દયાહીન ધનિકોના હાથમાં પડેલું ધન અમારા જેવા શિક્ષિતોને પણ ગુંડા બનાવે છે તે આજથી સમજી લેજો !'

'કિશોર ! તારો પગાર વધારું...મેનેજરની જગાનો ચાન્સ.' શેઠસાહેબ બોલ્યા. એને પૂરું વાક્ય કરવા ન દેતાં કિશોરે મક્કમતાપૂર્વક છતાં ધીમેથી કહ્યું :

'મોટેથી ન બોલો... હું સમજું છું કે તમે હવે મને શાનો ચાન્સ આપવાના છો તે તમને આપવાના પૈસા જે ક્ષણે મને મળશે તે ક્ષણે હું પાછો આવીશ... પરંતુ આ ઘડિયાળ જોઈને પાંચ જ મિનિટ ચૂપચાપ બેસી રહો. એમાં જો તમે બોલ્યા તો યાદ રાખો કે ગમે ત્યાંથી છરી તમારી ગરદન