આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦: ત્રિશંકુ
ઉપર ફરી વળશે.... અને હું જાણું છું કે તમે બૂમ મારશો તોય નોકરો કે શેઠાણી પાંચ મિનિટમાં ઊઠવાનાં નથી જ.' કિશોરના મુખ ઉપર કોઈ અવનવી ક્રૂરતા ફરી વળેલી શેઠસાહેબે જોઈ અને તેઓ ડઘાઈ ગયા. હાથી ઉપરનો ફટકો એક દિવસમાં મટે એવો ન હતો. જગજીવન શેઠ હાલ્યા ચાલ્યા વગર ઘડિયાળ સામે જોતા બેસી રહ્યા અને કિશોર શેઠની સીસમની લાકડી લઈ બહારના અંધકારમાં અને વિશ્વની ઠંડીમાં અદ્રશ્ય થઈ ગયો.
ક્યાં ?