પૃષ્ઠ:Trishanku.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬ : ત્રિશંકુ
 

'પણ બણ કાંઈ નહિ ! ઘોડો જીતે અને માણસ હારે ત્યારે ઘોડાની જીતના પૈસા માણસને મળવા જોઈએ. હું હારેલો માનવી છું... તમારા ઘોડાએ તમને જીતી આપેલા પૈસા તમારા ઘરમાં... પેલા કબાટમાં જ તમે મૂક્યા છે... એ કાઢીને મને આપી દો !... ઊભા થાઓ !' કિશોરે કહ્યું અને છરો ચમકાવ્યો.

શેઠે જરા ઊભા થતાં પગ વધારે જોરથી મૂક્યો અને કબાટ ઉંઘાડતાં સહજ વધારે પડતો ખડખડાટ કરવા માંડ્યો.

'શેઠસાહેબ ! ધીમે ધીમે. હું અને તમે એમ બે જ જાણીએ એ ઢબે ! જો જરાય ગરબડ કરી છે તો તમારા મફતના પૈસામાંથી એક પણ પૈસો ભોગવવા તમે જીવતા નહિ રહો !... હાં... આમ... લાવો એ રકમ મારા હાથમાં ! અને અદબ વાળીને દૂર ઊભા રહો... જીભ પણ બંધ રાખજો.' કિશોરે રકમ કાઢી તેના હાથમાં મૂકતાં શેઠસાહેબને યોગ્ય સૂચનાઓ આપી. રકમ હાથમાં આવતાં કિશોરે તે કાળજીપૂર્વક ગણવા માંડી. એમાંની થોડી રકમ રાખી બાકીની... મોટા ભાગની... રકમ તેણે શેઠના હાથમાં પાછી આપી... શેઠના મહા આશ્ચર્ય વચ્ચે.

'કેમ ? આ રકમ પાછી કેમ આપી, ભાઈ ? તું કહે ત્યાં મોકલી આપું!' શેઠે જરા કટાક્ષમાં કહ્યું.

'બધી રકમ નહિ જોઈએ, શેઠસાહેબ !' કિશોરે જવાબ આપ્યો.

'કેટલી લીધી ?'

'જોઈતી હતી એટલી જ... બરાબર...'

'કોઈને આપવી છે ?'

'હા જી. એમાંથી હું મારી જાત ઉપર એક પાઈ પણ ખર્ચવાનો નથી.'

'માગનારનો તકાદો થયો હશે...'

'કહેવા સરખું નથી... માગનાર મને કેદખાને મોકલતો હતો... ધીરનાર કોઈ મળ્યું નહિ.. એટલે આ માર્ગ લીધો.'

'બહુ સારો માર્ગ તને મળ્યો !... બીજું કાંઈ કામ ?'

'આપનું કામ ઈશ્વર ન પાડે... છતાં, જો મારા ઉપર વિશ્વાસ રાખશો તો આ લીધેલી રકમ વ્યાજ સાથે પાછી આપી જઈશ...'

'હવે તું લેતો પરવાર ને !... પાછી આપવાની ચિંતા ન રાખતો...'

'જોઉ છું હવે તમે શું કરો છો તે ! પરંતુ મારો વિશ્વાસ ન રાખતાં જો ચોરીની ફરિયાદ નોંધાવા જશો તો તમારી રકમ ગઈ એમ માનજો.' કહી કિશોર ખંડની બહાર નીકળી ગયો. પાંચ ક્ષણ તે બહાર ઊભો અને જોયું