આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રતિષ્ઠામાંથી ગુનામાં : ૧૨૯
જવાબ આપ્યો.
‘હવે તું તારી વાત કર ને ! દુનિયાની વાત પછી.' પોલીસે ધમકી આપી.
‘મારે વાત શી કરવાની છે?... મારે વાત ન કરવી એ જ વધારે સારું છે.' કિશોરે કહ્યું.
'અરે ! પણ પેલો મુદ્દામાલ રજૂ કરી દે.' પોલીસે આજ્ઞા કરી.
'એમ ?... તો લ્યો આ ચોરીનો મુદ્દામાલ !' કહી કિશોરે પોલીસની સામે ધરેલી નોટો જોતજોતામાં ફાડી અને ચારે પાસ વેરી નાખી.
સિપાઈઓએ તેને મજબૂતીથી પકડ્યો. લોકો વેરાયલા નોટોના ટૂકડાને અડકવા પણ તૈયાર ન હતા એટલે એ કે પોલીસે તે આછા અંધકારમાં ભેગા કરવા માંડ્યા. કિશોરનું હૃદય શૂન્ય બની ગયું હતું. માત્ર તેને કાને કોઈ શબ્દો અથડાતા હતા. :
ચોર !
કોણ ચોર ?
સહુ કોઈ !
એક પ્રતિષ્ઠિત પુરુષ આમ ગુનેગાર બની ગયો. એક રાતમાં બે રાતમાં કે દસ રાતમાં, એ પ્રશ્ન મહત્ત્વનો નથી. સંજોગ માનવીને ગુનેગાર બનાવે છે, જન્મ નહિ. એટલું જ અત્યારે કિશોરને સ્પષ્ટ દેખાઈ આવ્યું.