પૃષ્ઠ:Trishanku.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪ઃ ત્રિશંકુ
 

'સાહેબ ! મારે હવે ફરિયાદ કરવાની રહેતી નથી. મારે મારી રકમ આવી ગઈ. હાથ ઉપર લાકડી મારી એ એનો ગુનો હું માફ કરું છું.'

અને પલટો ખાતા આ વ્યવહારને વધારે પલટો આપવા પોલીસ અમલદારે કહ્યું :

‘અને બહેન ! જો આપના પતિને આપ સમજાવી શકો તો આખું પ્રકરણ સંકેલાઈ જાય.’

'પરંતુ એમણે ચોરી તો કરી ખરી ને ?' દર્શન પૂછ્યું.

'અરે ! એ તો બધું ગોઠવાઈ જાય એમ છે. એ ભાઈ પકડાયા તેમાં બહુ જૂજ નોટો ફાટી છે, અને ફાટેલી નોટોના નંબર પણ અમારી પાસે છે, જે અમે રદ કરાવી શકીએ. માત્ર તમે એમનાં સગાંવહાલાં એમનું મગજ અસ્થિર હતું એમ પુરવાર કરો તો ઘણી વાતોનો નિકાલ આવી જાય.' અમલદારે તપાસની જંજાળમાંથી અને કૉર્ટની ચુંગાલમાંથી બચવા માટેનો રસ્તો દેખાડ્યો.

‘એ તો કોણ જાણે ! એમને મળીએ અને પૂછીએ અને એ જે કહે તેમ અમે કરીએ. પણ મને એક વખત મેળવો તો આપની મહેરબાની.' સરલા બોલી.

'અરે, હા રે ! સાહેબ બહુ સારા માણસ છે. તમે માગો. તે સગવડ ન કરી આપશે.' શેઠસાહેબે અલદારને પ્રમાણપત્ર આપ્યું.

અમલદારે પણ કહ્યું :

‘તમારે થાણા ઉપર આવવું પડશે. આવવું હોય તો ચાલો હું લઈ જાઉં.'

‘સાહેબ ! એમ ને એમ ન જવાય. આ ચા-નાસ્તો આવી પહોંચ્યાં. એને ન્યાય આપીને આ૫ જઈ શકો... બહેન ! તમે પણ. ચા-નાસ્તો લેજો !' શેઠસાહેબે સર્વ પ્રત્યે ઉદારતા દેખાડી. સહુને ચા-નાસ્તો પીરસવામાં આવ્યો. જગજીવનદાસ શેઠે જરા ઊભા થઈ એકાએક કહ્યું : “દર્શનભાઈ ! જરા આમ આવો તો ?'

દર્શન ઊભો થયો. એને ખભે હાથ મૂકી સહુથી દૂરના ખંડમાં જઈ ધીમેથી હસતાં હસતાં જગજીવનદાસે દર્શનને પૂછ્યું :

'આ પૈસા કોની પાસેથી પડાવ્યા, રાજ્જા? કિશોર કે એની પત્નીનું આ કામ હોય નહિ. તારો હાથ દેખાય છે, દર્શન !'

'જુઓ, શેઠ ! જેનો હાથ એમાં હોય તેનો ખરો. આ પૈસા તમારી પાસેથી નથી પડાવ્યા એની તો ખાતરી છે ને ?... મને તો લાગ મળવો