પૃષ્ઠ:Trishanku.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮ : ત્રિશંકુ
 

તુલસી આ સંસાર મેં ભાત ભાતકે લોગ,
સબસે હિલમિલ ચાલીએ નદીનાવ-સંજોગ.

ભજનિક સરસ ગાતો હતો. તે અદૃશ્ય થયો એટલે તારા બોલી ઊઠી :

'એ સાખી તો બહુ વખત સાંભળી છે - અને ગાઈ છે પણ ખરી.'

'અને એ સાખીને હજી સાંભળીશું અને ગાઈશું....જીવીશું ત્યાં લગી....' દર્શને કહ્યું.

'આપણે જીવતાં નહિ હોઈએ ત્યારે પણ આ સાખી ગવાતી હશે !' તારા બોલી.

'પછી કોણ ગાશે ?' દર્શન જરા તારા સામે જોઈને પૂછ્યું.

‘આપણાં છોકરાં વળી !...અરે, પણ પણ, દર્શન ! તમે આ ગાતાં-વગાડતાં ક્યાંથી શીખ્યા ?’ તારાએ પોતાના કથનના પહેલા ભાગથી ચમકી વાત. બદલી નાખી દર્શનને પૂછ્યું.

'હું ગાતાં શીખ્યો રુદનમાંથી.' દર્શને જવાબ આપ્યો.

‘તમે રડતા હો એવું મેં કદી જોયું નથી.'

'હું ગાતાં શીખ્યો ન હોત તો હું જરૂર રડતો હોત. સંગીત એ મારી ઢાલ છે.'

‘જાણે તમને બહુ પ્રહારો પડી ચૂક્યા હોય !'

‘પ્રેમ સિવાયના બધા જ પ્રહારો પડી ચૂક્યા છે, તારાગૌરી ' દર્શને કહ્યું.

'પરણ્યા તો છો નહિ....'

‘અને એ ભૂલ કરવી પણ નથી...'

'કારણ ?'

'મેં કહ્યું ને કે મને સ્ત્રીની બીક લાગે છે !'

'તો પછી... મારી જોડે કેમ આવો છો ?...ભાભી પાસે કેમ બેસો છો? ...અને કેટલાં માણસોને હવે જમવા લાવો છો ?' તારાએ પ્રશ્ન કર્યો.

'હું ભણતો ત્યારે પરીક્ષામાં કેટલાક પ્રશ્નોના ઉત્તર આપતો જ નહિ...' દર્શને કહ્યું.

'‘એટલે... હું પૂછું છું એ પ્રશ્નો. એવા જ અઘરા લાગે છે, ખરું ?' તારાએ કહ્યું અને બન્ને જણ પોતાના - એટલે કે સરલાના નવા સ્થાપેલા ઘર તરફ પગ ઉપાડી રહ્યાં. પરંતુ એ ઘર દૂર હતું. બહારથી ગરીબી દેખાઈ આવે એવા પ્રકારનું એ ઘરે હતું. નાનું ખરું, છતાં અંદર ખૂબ સ્વચ્છતા