પૃષ્ઠ:Trishanku.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પગ ઉપર ઊભું રહેતું કુટુંબ : ૧૫૯
 

હતી. અંદરના એક સ્વચ્છતાભર્યા ખંડમાં ચાર યુવાન માણસોને, સ્વચ્છ સાદડીઓ ઉપર બેસાડી સરલા જમાડી રહી હતી. ઘરના એક એક માણસે કમાણીની શરૂઆત કરી દીધી હતી. સરલાની રસોઈની. આવડત અને દર્શનની ખંતે ચાર યુવાનોને સવારસાંજ જમાડવાની વ્યવસ્થા કરી આપી સરલા પોતાનો ફાળો કુટુંબ ચલાવવામાં આપી રહી હતી - કદાચ એનો ફાળો મોટામાં મોટો હતો. જમતે જમતે ઓળખીતા થઈ ગયેલા એક યુવકે કહ્યું :

‘સરલાબહેન ! તમારું ઘર ન મળ્યું હોત તો અમે ક્યારના ભૂખે મરી ગયા હોત !'

‘અમે કદાચ ભૂખે ન મર્યા હોત તો હોટેલ-વીશીઓમાં જમીને રોગથી જરૂર મરી પરવાર્યા હોત !' બીજા યુવકે કહ્યું.

‘તમને સંતોષ છે એ મારા મનને પણ સંતોષ છે.' સરલાએ સહજ વાત કરી.

'સંતોષ ? બે વર્ષથી અહીં ભટકીએ છીએ સરલાબહેન ! પણ આવું ચોખું સ્વાદિષ્ટ ખાણું અમને આ મહિને જ મળ્યું ! દર્શનનું ભલું થજો કે અમને તમારી મુલાકાત કરાવી.'

‘સ્વાદિષ્ટ ખાણું તો મળે જ છે. પરંતુ જેવો આગ્રહ સગી મા ન કરે એવા આગ્રહથી તો તમે જ જમાડી શકો, સરલાબહેન !' ચોથા યુવકે જમતાં જમતાં કહ્યું.

‘અમારું જોઈને અમારા કેટલાય બીજા મિત્રો અહીં આવવા કહે છે...' પહેલા યુવકે જણાવ્યું.

'તમને ચારે જણાને સંતોષ આપી શકું પછી બીજાની વાત.' સરલાએ જવાબ આપ્યો.

'ઘેર મા-બહેનને લખી દીધું છે કે અમને અહીં આ શહેરમાં જ મા અને બહેન બન્ને મળ્યાં છે.' બીજા યુવકે વખાણ કર્યાં.

'તમને ભાઈઓને અહીં જમવું ગોઠી ગયું એ મને પણ ગમ્યું. તમારા જેવા જુવાન ભાઈઓને જમાડતાં મને એટલો આનંદ થાય છે કે વાત ન પૂછશો... પરંતુ હું જાણું છું કે હું તમારી મા અથવા તમારી બહેન હજી બની શકી નથી.' સરલાએ જવાબ આપતાં નિઃશ્વાસ નાખ્યો.

‘કેમ, એમ, સરલાબહેન ?' ત્રીજા યુવકે કહ્યું.

'મા કે બહેનની રસોઈ આટલા દિવસમાં તમારે ત્યાં જ યાદ આવી છે. સરલાબહેન ! પછી કેમ કહો છો કે તમે બહેન બન્યાં નથી ?' ચોથા