પૃષ્ઠ:Trishanku.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવસર્જનનાં બે દૃશ્યોઃ ૧૬૭
 

નારીવર્ગને સિગારેટનો ધુમાડો સર્વાંશે પ્રિય થઈ પડ્યો નથી. ધુમાડાથી તારા કંટાળતી અને મુખ ઉપર કંટાળો પણ વ્યક્ત કરતી હતી. તારા આમ તો ઝડપી કામ કરતી હતી, છતાં યુવક આજે કાંઈ નિશ્ચય કરીને તેની પાસે આવ્યો હતો. કામ પણ એણે જ તારાને આપ્યું હતું, અને કામ કરવાની જુદી કોટડી આપી વળી વધારે ઉપકાર કર્યો હતો.

ઉપકારના બદલામાં માનવી શું શું ન માગી શકે ?

યુવકે પ્રથમ તારા પાસે કામની ઝડપ માગી.

‘તારાબહેન ! આજે રોજ જેટલી ઝડપ કેમ કરતાં નથી ?' યુવકે પ્રશ્ન કર્યો. કામ કરતાં કરતાં ઘણી ઘણી વાતચીત થઈ શકે છે, કેટલાંક કામ જ એવાં હોય છે. ટાઈપિંગ એવું કામ બની શકે છે - જો ટાઇપિસ્ટ સ્ત્રી હોય તો !

'માથા ઉપર કોઈ બેઠું હોય ત્યારે મારાથી ઝડપ ન જ થાય...' ટાઇપિંગ કરતે કરતે તારાએ જવાબ આપ્યો. ઉપકારનો બદલો માગતી આંખ ઓળખવા જેટલો તારાને પણ અનુભવ થયો હતો.

'હું શું એટલો બધો અણગમો ઉપજાવું છું, તારાબહેન ?' યુવકે પ્રશ્ન કર્યો.

'અણગમાનો પ્રશ્ન નથી... કામની ઝડપ અંગે હું કહું છું.'

'કહો જોઈએ, તારાબહેન ! આજ સુધી વધારેમાં વધારે કામ તમને કોણે આપ્યું છે ?'

‘આપે જ.’

‘અને વધારેમાં વધારે રકમ ?'

‘એ પણ આપે જ... એ માટે મેં આપનો આભાર માન્યો જ છે, અને હજી પણ માનું છું...'

'માત્ર જીભથી જ ! ખરું ?' આંખમાં અકથ્ય લાલચ ઉપજાવી યુવાન, વકીલે પૂછ્યું.

'આપનું આપેલું કામ હું પૂરું કરી આપું... બીજું શું થાય ?.. અને જુઓ ને વકીલસાહેબ ! એક તો તમે અહીં બેઠા હો...'

‘તેથી શું?'

'અને વચમાં વાત કરાવો... એટલે કામ ઝડપથી તો ન જ થાય  ?'

‘તમને વાતચીત નથી ગમતી ?'

'ના જી. હું કામ કરતી હોઉ ત્યારે મને વાતચીત ન જ ફાવે.'

'એમ હોય તો... હું તમારા કામને બદલે તમારી વાતચીત જ પસંદ