પૃષ્ઠ:Trishanku.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવસર્જનનાં બે દૃશ્યોઃ ૧૬૯
 

ઉપર.' યુવાન વકીલે કહ્યું. જેની પાસે કાર હોય છે તે સતત સામા માનવીની દૃષ્ટિએ લાવવા મથે છે. અને કારનું આકર્ષણ પણ જેવુંતેવું નથી ! માનવીના થિયેટર સર્જનની સાથે કારનું સર્જન પણ ભૂલવા સરખું નથી. કારે પોતાની પચાસ વર્ષની કારકિર્દીમાં મહાકાવ્ય લખાય એટલો પ્રેમ વેર્યો છે !

તારાએ એકાએક ટાઇપિંગનું કામ અટકાવી દીધું અને ગંભીરતાપૂર્વક યુવાન વકીલ સામે જોઈ કહ્યું :

'જુઓ, વકીલસાહેબ ! આપના પિતા ઘણા મોટા વકીલ છે એ હું જાણું છું. એમની પાસે ઘણો પૈસો છે, ઘણી મિલકત છે, એક કરતાં વધારે કાર છે અને ભારે પ્રતિષ્ઠા છે એ પણ હું જાણું છું... આપ એમના એકના એક પુત્ર છો એ ખબર પણ મને છે. અને આપને પણ એક પુત્ર છે. એ મારા અને તમારા ધ્યાન બહાર ન જ હોય. આપ આપના પિતા કરતાં પણ વધારે મોટાઈ અને પ્રતિષ્ઠા મેળવો એમ હું ઇચ્છું... મને આટલો ખંડ કાઢી આપી આપે આભારી કરી છે એ હું કબૂલ કરું છું.... પણ...'

‘તારાબહેન ! શાને માટે આટલું બોલો છો ? મને આશીર્વાદ આપવા જેવી. હજી તમારી ઉંમર થઈ નથી ! તમે જોઈ શકો છો કે તમે અને હું બન્ને હજી ઘણાં નાનાં છીએ !' યુવકે તારાના લાંબા ભાષણને અટકાવી તારાના યૌવન તરફ તારાનું લક્ષ ખેંચ્યું. એનું પોતાનું લક્ષ તો ક્યારનું હતું જ.

'પરંતુ તમે એવડા નાના તો નથી જ કે મારી ઈચ્છા વિરુદ્ધ અહીં બેસી રહેવાની મૂખઈ કરો !... વકીલસાહેબ ! હું કેટલાય દિવસથી...'

'ધારો કે એવી મૂર્ખાઈ કરું તો ?' તારાને બોલતી અટકાવી હસતે હસતે સ્વસ્થતાપૂર્વક યુવાન વકીલે પ્રશ્ન કર્યો. તેમના અનેક સરલ અને સહેલા પ્રેમપ્રયોગોમાં તારાનો પ્રસંગ જરા વધારે સાહસ માગતો દેખાયો.

‘તો ?... જુઓ, આમ થાય !' કહી તારાએ ટાઈપ કરેલા કાગળો ચોડો હાથમાં લઈ સામે બેઠેલા વકીલના મુખ ઉપર જોરથી માર્યો. ક્ષણભર યુવાન વકીલ જરા ચમક્યો. ટાઈપ થયેલા કાગળો વીખરાયા અને વેરાયા. સહજમાં તે સ્વસ્થ થયો અને પોતાના દેહ ઉપર ચોંટેલા કાગળો દૂર કરી હસતો હસતો તે ખુરશી ઉપરથી ઊભો થયો. તેનું હાસ્ય બદલાઈ ગયું અને ક્રૂરતા ભરેલા મુખ સાથે તેણે તારાને કહ્યું :

‘કાગળોને હથિયાર માનવાની ભૂલ સ્ત્રીઓ જ કરે !... મારી જ આપેલી ઓરડીમાં મારી સામે થનારને હું ઠેકાણે લાવી શકું છું !'

વાતચીત, ઘરેણાં, ભેટ, પૈસો, ખાણાં, નાટારંગ અને ઠગાઈ એ સર્વ પ્રલોભનો સ્ત્રીને સ્પર્શે નહિ ત્યારે પુરુષ પોતાનું બળ સ્ત્રી ઉપર અજમાવે