પૃષ્ઠ:Trishanku.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવસર્જનનાં બે દૃશ્યોઃ ૧૭૧
 

દઈશ.’ દર્શને કહ્યું અને હસતે હસતે પોતાની બાંય જરા ચડાવી.

‘મને આંગળી તો અરાડી જો !' વકીલસાહેબ ધન અને માલકીના બળ ઉપર ભાર મૂકી રહ્યા હતા.

એક નહિ... પાંચે આંગળીઓ... અને દસ પણ જરૂર પડે તો...' કહી દર્શને યુવાન નિર્બળ વકીલને પકડી ધક્કો મારી ઓરડી બહાર ફેંકી દીધો, અને હસતે હસતે તારાને કહેવા લાગ્યો :

‘હજી દુનિયા ગુંડાગીરી માગે છે !'

'કોની ગુંડાગીરી ? તારી કે પેલા વકીલની ?' તારાએ પૂછ્યું.

‘એ તો પાછું અદાલતમાં જઈ નક્કી કરીએ ત્યારે ને ?' દર્શને તારા સાથે બહાર નીકળતાં જવાબ આપ્યો.

કેદખાનું, પત્ર, વકીલાત, પૈસો, અદાલત...એ બધાંય માનવ સર્જન !

કમાણી માટે ભાડે રાખેલી ઓરડી એ પણ એક સર્જન !

કિશોરને પૂરી રાખતી કેદખાનાની દીવાલો સારી કે તારાના દેહ ઉપર ધસી જવાની સગવડ આપતી ભાડૂતી ઓરડીઓ સારી ?