પૃષ્ઠ:Trishanku.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
 
ચંદ્ર, કુમુદ અને ભમરો
 

કેટલી યુવતીઓને પોતાનું ગુજરાન ચલાવતાં તારા સરખા પ્રસંગો અનુભવવા પડતા હશે, અને કેટલીક યુવતીઓમાં સંજોગની સામે, સત્તાની સામે, ધનની સામે અને પ્રલોભનની સામે થવાનું બળ હશે ? કમાણી માટે મથન કરતી કેટલી નારીઓને કમાણીના બદલામાં પોતાના દેહની, પોતાના રૂપની ખંડણી આપવી પડતી હશે તેની વિગતવાર તપાસ તો કોઈ સમાજશાસ્ત્રી જ કરી શકે ! પરંતુ એ નારીસમૂહ પતિતાઓના અશિષ્ટ ગણાતા લત્તાઓમાં જ માત્ર સમાઈ નહિ રહ્યો હોય !... અને સમૂહમાં કયા કયા પુરુષની પત્ની, બહેન કે દીકરી નહિ હોય એવી ખાતરી થઈ શકે ?

છતાં વર્તમાન યુગમાં સ્ત્રીએ બધાં જ જોખમો વેઠીને કમાણી કરવી જ રહી. માનવ જાતને દોરવાનું અભિમાન લેનારા નેતાઓ હજી સમાજની એવી રચના કરી શક્યા નથી કે જેમાં શોષણને સ્થાન ન હોય ! પછી એ શોષણ રૂપનું પણ હોય !

તારાએ અને તેની ભાભી સરલાએ જીવનની આર્થિક લડત તો શરૂ કરી દીધી હતી. તેમાં નાનકડી શોભા અને એથીયે નાનકડા અમરે પણ ફાળો આપવાનો માર્ગ શોધવા માંડ્યો હતો જ, અને તે અંગે સહુને વિધવિધ અનુભવો મળ્યે જતા હતા. કેટલાક અનુભવો તો માનવીએ અને ખાસ કરી યુવતીએ તો પોતાના ચોર ખિસ્સામાં સંતાડી રાખવા પડે છે, જે કોઈના પણ જાણવામાં આવતા નથી અને યુવતીના મૃત્યુ સાથે જ તે બળી જાય છે.

કિશોરની સજા બહુ લાંબી તો હતી જ નહિ - જોકે કિશોર અને તેના કુટુંબીજનોને બહુ લાંબી લાગવા માંડી હતી. છતાં એ દિવસ પાસે આવતો જતો હતો એ વાત ચોક્કસ. એ દરમિયાન કિશોર માનવીએ સરજેલા કેદખાનામાં અનેક અનુભવો મેળવતો હતો. અને કિશોરનું કુટુંબ કેદખાનાની બહાર આવેલા છૂટથી હરીફરી શકાય એવા સ્વતંત્ર મનાતા કેદખાનાનો અનુભવ લેતું હતું. યુવાન વકીલપુત્રને - વકીલને દૂર કરી દર્શન અને તારા કોટડીની બહાર તો નીકળ્યાં. એ કોટડી પણ વગર ભાડાની જ હતી. - જેના ભાડા પેટે સધન ઈશ્કી વકીલ, તારા સાથે મનમાનતી મોજ