પૃષ્ઠ:Trishanku.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો આવકારઃ ૧૮૧
 

તો રામ રામ કરી લીધા હતા પણ ઉપરી બંદીવાલ સાથે કેમ વર્તન રાખવું તેની તેને સમજ પડી નહિ. બંદીવાલમાં અત્યારે માણસાઈ વિકસી હતી. કિશોરને બહાર મોકલતાં બંદીપાલે કહ્યું

‘આવજો', કહેવાય એવું તો આ સ્થાન નથી, એટલે તમે છૂટા થાઓ છો એ પ્રસંગે તમે હવે સુખી થાઓ એમ હું ઇચ્છું છું.'

કિશોરને બંદપાલના આ શબ્દો અસરકારક લાગ્યા. એને બીજા કોઈ શબ્દો જડ્યા નહિ એટલે માત્ર આમ જ કહ્યું :

‘આભાર માનું છું.'

‘જુઓ, તમે ના કહી - બળપૂર્વક ના કહી એટલે તમારાં સગાંવહાલાંને કોઈને તમારા છૂટવાની ખબર આપી નથી.'

‘આપે એ સારું જ કર્યું.' કિશોરે કહ્યું.

‘સારુંખોટું તો કોણ જાણે ! પરંતુ જો મારા અનુભવની કાંઈ કિંમત હોય તો હું તમને એક વાત કહું.' બંદીવાલ બોલ્યો.

'જરૂર કહો. આપે મારી સાથે ભાગ્યે જ તોછડું વર્તન રાખ્યું છે. આપને કહેવાનો હક્ક છે.' કિશોરે જવાબ આપ્યો.

'તો સાંભળો. મારું કહ્યું માનીને સીધા અહીંથી ઘેર જ ચાલ્યા જજો.'

'ધેર ? મારું ઘર તો કોણ જાણે ક્યાં બદલાઈ ગયું હશે !'

‘જ્યાં બદલાયું હોય ત્યાંથી શોધી કાઢો. ન જડે તો મને આવીને. પૂછજો, હું શોધવા લાગીશ.'

‘આપનું કહેવું ઠીક છે... હું જોઉં છું ક્યાં જવું છે.'

‘બીજાં ફાંફાં ન મારશો. ઘર જેવું સુખ બીજે નહિ મળે. અઢાર વર્ષનો મને કેદીઓનો અનુભવ છે.' કહી બંદીવાલ ઊભો રહ્યો. કિશોરે કેદખાનાના કંપાઉન્ડમાં થઈને મુક્ત દુનિયામાં નીકળી જવાનું હતું. બંદીપાલને તેણે નમસ્કાર કર્યો, અને આસપાસ જોકે ઘણા માણસો ન હતા છતાં જાણે કોઈ તેને જોઈ ન જાય એમ ઈચ્છતો, લગભગ સંતાતો, કિશોર કમ્પાઉન્ડના દરવાજા બહાર નીકળી મુક્ત દુનિયામાં આવી પહોંચ્યો. મૂક્ત દુનિયા તેને તદ્દન નવી લાગી. સ્વપ્ને પણ નહિ કલ્પેલા પ્રસંગોમાંથી તે પસાર થયો હતો. કુટુંબ પાસે જતાં તેના પગ ઊપડતા ન હતા. યંત્રવત્ ગમે ત્યાં જવા માટે તેણે પગ ઉપાડ્યા અને સામે જ એક વૃક્ષને ઓથે તેણે દર્શનને ઊભેલો જોયો. કિશોરને જોતાં દર્શને બૂમ પાડી :

‘કિશોરભાઈ ! હું તમને લેવા આવ્યો છું.'

કિશોર ધારતો ન હતો કે તેને કોઈ પણ. માનવી આ પ્રસંગે લેવા