પૃષ્ઠ:Trishanku.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન અને ઉજાણી: ૧૯૧
 


‘પણ સિંહને છુટ્ટો મૂકે તો?' અમરે બહેનને પ્રશ્ન કર્યો.

‘તો મારી નાખે આપણને !' શોભાએ કહ્યું.

‘તે સિંહ એટલો બધો જબરો હશે ?'

'હાસ્તો, માટે એને વનરાજ કહેવામાં આવે છે.' શોભાએ ભાઈનું જ્ઞાન વધારવા પ્રયત્ન કર્યો. ભાઈએ એમાંથી જુદો જ પ્રશ્ન ઉઠાવ્યો :

‘તો એ સિંહ સિંહણને કેમ મારતો નથી ?' અમરનો એ પ્રશ્ન સાંભળી દર્શન હસ્યો અને શોભાથી એનો જવાબ નહિ આપી શકાય એમ ધારી, હસતે હસતે અમરને કહ્યું.

'જો, અમર ! સિંહ પુરુષ છે, સિંહણ સ્ત્રી છે. પુરુષથી સ્ત્રીને ન મરાય.'

'તો પછી સ્ત્રી પુરુષને મારે ખરી?.. એટલે કે સિંહણ સિંહને મારે ખરી ?

‘ના; જો એમ મારામારી કરે તો એ ભેગાં કેમ રહી શકે ?’ દર્શને જવાબ આપ્યો.

‘પણ...સિંહણ કરતાં સિંહ વધારે સારો લાગે છે, નહિ દર્શનભાઈ?' અમરે નવા નવા ઊભા થતા પ્રશ્નોમાંથી આ પ્રશ્ન કર્યો અને દર્શનને ફરી હસવું આવ્યું. દર્શને જવાબ વાળ્યો :

'સિંહની જાતમાં એ સાચું... પણ માણસ જાતમાં સ્ત્રી સારી લાગે !'

'કેમ એમ ?' અમરે પૂછ્યું.

‘જો ને ! શોભાને માથે કેવી કેશાવલિ છે - સિંહ સરખી ? અને તારું માથું ? સિંહણ જેવું !'

અચાનક સિંહે ફરી ગર્જના કરી અને તે ઊભો થયો. સિંહણને જાણે સિંહની કશી દરકાર ન હોય તેમ ગર્જના કરતા સિંહને ઘસાઈ પાંજરામાં ફરવા લાગી.

સિંહની પાસેથી ખસીને હરણ. કાંગારું, સાબર, જેવાં જાનવરો જોતાં જોતાં બાળકો એક વૃક્ષઝૂંડ નીચે આવી ઘાસ ઉપર બેઠાં, અને ઘણો થાક લાગવાથી સૂઈ પણ ગયાં. દર્શન પણ બાળકો સાથે ફરીને જરા થાક્યો હતો. લીલું ઘાસ અને ઠંડો પવન તેને ગમી ગયાં. એ પણ ઘાસ ઉપર આડો પડ્યો. જે વૃક્ષઝૂંડ નીચે એ સૂઈ રહ્યો હતો તેમાં બરાબર તેમના માથા ઉપર ઊંચે ઊંચે એક મધપૂડો લટકી રહેલો તેણે નિહાળ્યો. મધપૂડાની આસપાસ માખીઓની કાંઈ હિલચાલ હતી ખરી, પરંતુ તે નીચે આવી કોઈને હજી હરકત કરતી ન હતી. થોડી વાર આરામ લઈ તેણે પોતાને હાથે