પૃષ્ઠ:Trishanku.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પગની ઠેસઃ ૨૭
 

વધતા જતા ઘોંઘાટ તરફ બે-ત્રણ પડછાયા સરી જતા દેખાયા; સરલા બારણા તરફ જવા આગળ વધી.

એના પગ પાસે એની બૅન્ક-કૅશબૉક્સ' કે પેટી પડી હતી તેને સરલાના પગની ઠેસ વાગી ! ભલે વાગી. એમાં હતું પણ શું ? આની બે-આની અને પૈસાના ખખડાટ સિવાય ?