પૃષ્ઠ:Trishanku.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દોજખમાં વિદ્યુતઃ ૩૫
 


‘એ બહુ સરસ ભેટ શોધી કાઢી !'

'બીજી ભેટ હું શોધી કાઢીશ.... જો હું આ ઓરડીનો ભાડુઆત ચાલુ રહીશ તો !' દર્શને આ વાક્ય હસતાં હસતાં કહ્યું. પરંતુ તારાના હૃદયમાં આ વાક્ય તીર સરખું વાગ્યું. શું દર્શન આ ઓરડી છોડીને ચાલ્યો જશે ? ભાડું નહોતું અપાતું એ માટે તો ભૈયો હમણાં બિચારા દર્શન સાથે ઝઘડી ગયો હતો ! એના પરિણામમાં દર્શનને ઓરડી છોડવી પડે એ તારાને અસહ્ય લાગ્યું.

'ઓરડી છોડવી પડે એમ લાગે છે, દર્શન ?' તારાએ પૂછ્યું. એના કંઠમાં અત્યારે છણકો ન હતો, રીસ ન હતી, કટાક્ષ ન હતો; એક પ્રકારની વ્યથા હતી.

'છોડવીયે પડે ! એમાં શું ? ભલભલા રાજાઓએ રાજ્ય છોડ્યા ! પછી આપણે હરકત શી એક ઓરડી છોડવામાં ?' દર્શને જવાબ આપ્યો.

'ઓરડી છોડીને પછી ક્યાં જશો ?'

'ઓહો ! એમાં મોટી વાત શી છે ? આવડી દુનિયા પડી છે ! સહુનો સમાસ થાય છે, મારો નહિ થાય ?'

'પણ અહીંથી તો જવું જ પડે ને?'

‘એ પણ કોણે કહ્યું ?... કાયદામાં ભાડુઆતોને કેટલું રક્ષણ છે કે ઘરમાલિકો જખ મારે છે !'

‘તમે એક મોટામાં મોટી ભૂલ કરી.' તારાએ કહ્યું.

'ભૂલ કરવામાં મને બહુ મજા પડે છે... પણ કહો તો ખરાં કે મેં કઈ મોટી ભૂલ કરી જે તમને દેખાઈ આવી ?' દર્શને પૂછ્યું.

'ચોક્કસ નોકરી થયા વગર તમારે ભાઈના ઘરમાંથી જવું જ ન હતું !'

‘તમારા ભાઈની વાત કરો છો કે મારા ભાઈની ?'

'મારા ભાઈની.'

‘તો એ ભૂલ નથી એમ હું સાબિત કરી આપું.'

'કરો સાબિત.'

‘તમારા ઘરમાં જ હું ચાલુ રહ્યો હોત તો આટલી લાંબી વાત ત્યાં કેવી રીતે થાત ? સહજ હસીને દર્શને કહ્યું.

તારા લાંબી વાતે ચઢી હતી એ હકીકત દર્શનને પણ દેખાઈ આવી શું? તારા જરા શરમાઈ. આટલી વાર થઈ અને છોકરાં હમણાં દોડતાં આવશે એની પણ તારાને ખાતરી થઈ. એની પાછળ વારંવાર છોકરાં કેમ આવતાં હતાં એનું પણ ભાન એક ક્ષણમાં તારાને થઈ ગયું. એના ભાઈ