પૃષ્ઠ:Trishanku.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પહેલી આવૃત્તિ

‘ત્રિશંકુ' એ મુ. ભાઈસાહેબ (સ્વ. રમણલાલ વ. દેસાઈ)ની નવી સામાજિક નવલકથા. આ વાત ‘ચિત્રપટ'માં ક્રમે ક્રમે છપાઈ હતી. મધ્યમવર્ગની હાલની પરિસ્થિતિનું તાદ્રશ વર્ણન કરવાનો એમાં મુ. ભાઈસાહેબનો પ્રયત્ન.
‘ત્રિશંકુ' લોકોને વાંચવી ગમશે જ એવી આશા રાખું છું.

મુંબઈ
તા. ૩૦-૧-'પપ
અક્ષયકુમાર ર. દેસાઈ
 


બીજી આવૃત્તિ

‘ત્રિશંકુ'નું પુનર્મુદ્રણ થાય છે, લોકોને હજી મુ. ભાઈસાહેબની નવલકથાઓ ગમે છે એથી અંગત સંતોષ થાય છે. વાચક અને પ્રકાશકનો આભાર.

મુંબઈ
ઑગસ્ટ, '૫૮
અક્ષયકુમાર ર. દેસાઈ
 


ત્રીજી આવૃત્તિ

‘ત્રિશંકુ'ની ત્રીજી આવૃત્તિ બહાર પડે છે, એ જાણી અંગત આનંદ થાય છે. આ નવલકથામાં દોરાયેલું ચિત્ર ઘણે અંશે વધુ અને વધુ વાસ્તવિક બનતું જાય છે અને એ જ કારણે આ નવલકથા લોકોમાં વધારે રસ જાગૃત કરે છે એમ લાગે છે. વાચક અને પ્રકાશકનો આભાર.

મુંબઈ
મે, ૧૯૬ ૯
અક્ષયકુમાર ર. દેસાઈ