પૃષ્ઠ:Trishanku.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪: ત્રિશંકુ
 

આખી વાતચીત એના હૃદયમાં છપાઈ ગઈ. તેનું મન બોલી ઊઠયું:

'આ બધી બાહ્ય ચમકને ચીરી હોય તો ?.. શું શું ન દેખાય ?'

અને ખરેખર કેટલાંય જીવનની બાહ્ય ચમકને ચીરતા દર્શનના લેખો અનેક હૃદયોમાં ફફડાટ ઉપજાવી રહ્યા. એના પત્રનું અને એ પત્રના તંત્રીનું માન એકાએક ઘણું વધી ગયું. અને તંત્રી સુખલાલ દર્શનની સેવાને ભૂલે એવા નગુણા તો ન જ હતા.