પૃષ્ઠ:Trishanku.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માટી બનતાં સ્વપ્નઃ :૭૯
 


‘એ તો હું જે થઈશ તે.. પરંતુ આમ તમે મારા હાથમાં રૂપિયા મૂકો છો, અને ધારો કે કોઈ જોઈ જાય, તો ?'

' એમાં મને કંઈ પણ શરમ આવે એમ હું માનતો નથી.'

'પરતું મને શરમ આવે તો?'

'એવું કંઈ નથી, તારામતી ! તમે જઈને તમારાં ભાઈ-ભાભીને આ વાત કહી શકો છો. અને આ મહિનાથી તમે ટાઇપિસ્ટ તરીકે રોકાઈ ગયાં છો એમ કહેવાને પણ હરકત નથી.' દર્શને કહ્યું.

તારાના મુખ ઉપર અનેક વિચિત્ર ભાવો રમી રહ્યા હતા તે દર્શન જોઈ શક્યો. પોતાના હાથમાં રમતું પૈસાનું પાકીટ પાસે રાખવું, પાછું આપવું કે ફેંકી દેવું એની જબરજસ્ત મૂંઝવણમાં પડેલી તારા આજ સુધીની નિર્દોષતા પછી પહેલી જ વાર યૌવનનું દૂષિતપણું અનુભવી રહી હોય એમ ક્ષણભર દર્શનને લાગ્યું. દર્શને પોતાના ગરીબ જીવનમાં અનેક દોષો અને અનેક દૂષિત માનવીઓ જોયાં હતાં, પોતાના ધંધા અંગે થતા રઝળપાટમાં તેણે કૌમાર્ય અને યૌવનને અભડાતાં નિહાળ્યા હતાં અને એકલા પુરુષની જ નહિ પરંતુ સ્ત્રીની પણ કલુષિત મનોવૃત્તિ અને કલુષિત અવસ્થા નિહાળી હતી. એ સઘળું નિહાળ્યા છતાં હજી દર્શન માત્ર ક્લબ સિવાય કોઈ માનવીમાં કલુષિતપણું પ્રેર્યું હોય એમ બન્યું ન હતું. તારાને જોઈને તેને એકાએક સમજાયું કે તે આજ એક કૌમાર્યભરી કુમારીના મનમાં કંઈક વિષ રેડતો. હતો - તેના હાથમાં પૈસાનું પડીકું મૂકીને - અને તે પણ એકાંતમાં. યુવતીઓ અજ્ઞાત યૌવનમાંથી જ્ઞાત યૌવનમાં પ્રવેશ કરે છે, કદાચ આ જ ક્ષણે તારા અજ્ઞાતમાંથી જ્ઞાત યૌવનમાં પ્રવેશ કરતી હતી. એ જ સુભગ પ્રસંગે એ જ ભદ્ર પ્રસંગે દર્શનની પૈસાની આપલે તારાના હૃદયને કલુષિત તો નહિ કરી રહી હોય ? એમ ન હોય તો તારા તેને કેમ એમ પૂછે કે તમે સારા માણસ છો ?

આ બધા વિચારો અને આખો પ્રસંગ બહુ જ થોડી ક્ષણમાં પસાર થયાં. સતત હસતું દર્શનનું મુખ સંકોડાઈ ગંભીર બની ગયું. જરૂર પડે પાપ થાય તો તે કરવાને બહુ સંકોચાય નહિ, એવી હૃદય સુંવાળપ તે કેળવતો જતો હતો ! પરંતુ તેને એકાએક લાગ્યું કે જીવનમાં એક હૃદય સાથે તો તેનાથી પાપ ન જ થવું જોઈએ અને તે તારાનું હૃદય ! પરમ વિશ્વાસનું ઓઢણું ઓઢી તારા મુક્તપણે દર્શન પાસે આવતી હતી, જતી હતી, દર્શનની સાથે વાત કરતી હતી, રમતી હતી અને ભણતી પણ હતી. એનાં ભાઈ અને