પૃષ્ઠ:Trishanku.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮રઃ ત્રિશંકુ
 


‘તો એમ મને કહો કે તમે ટાઇપિંગ મારી પાસે શીખશો.'

'મારી ગરજે શીખીશ. દર્શન !... મને પણ હમણાંથી પગારદિનનાં સમણાં આવે છે.' કહી તારા હાથમાં પડીકું રાખી દર્શનની ઓરડી બહાર ચાલી ગઈ - બિલાડી તેને પગે આંટેવાળી આવી છતાં

દર્શને તેને રોકી નહિ. માત્ર તેની પાછળ જોઈ રહ્યો... જાણે હજી તારા ત્યાંથી જતી ન હોય !

પ્રેમ અને પૈસાની એક પટાબાજી અર્ધ અંધારી ચાલીમાં રમાઈ.