પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પંદરમું
' સુકાઈ ગયા છો!'

'શા માટે પણ મારો જીવ...'

એટલું બોલતે વીરસુતે જ્યારે ભડોભડ બારણાં ખોલ્યા ત્યારે એણે દસ વર્ષના દેવુને દીઠો. કેમ જાણે રોજની વેળાએ આવ્યો હોય તેમ દેવુ બોલ્યો, 'બાપુજી, ચહા પી લો.'

પ્રોફેસર વીરસુતે પોતાની દૃષ્ટિ સામે દીઠું - પોતનું બાળક નહિ, પણ જાણે પોતાનું પાપ : કુદરતનો જાણે પોતાની ઉપર કટાક્ષ : પોતાની ગત પત્નીએ જાણે પકડાવેલો પત્થર સમો બોજો : કોઇક ત્રાહિત સત્તા જાણે પોતાના યૌવન પર આ અત્યાચાર કરી નાસી ગઈ છે!

જેને પોતે કદી ચાહી નહોતો શક્યો તે સ્ત્રીએ કેમ જાણે પોતાની આશાભરી યુવાવસ્થાનાં કિરણો શોષી લઇને એક અંગાર સળગાવી પોતાના જીવનમાં આપી દીધો હોય ! આવડું બાળક મારે હોઈ જ કેમ શકે? હું અભ્યાસ કરતો હતો ત્યારે આ શિશુને આતારવા હક્ક જ શો હતો? હું શું આવડા છોકરાનો બાપ હોઈ શકું ! દેવુની હાજરીનો એને સર્પદંશ લાગ્યો, મૂવેલી પત્ની એના જોબન સાથે કશીક છલભરી રમત કરી ગઈ હતી. એને