પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૯૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૮૮ : તુલસી-ક્યારો


એવું સ્વપ્નું આવ્યું કે પોતે પોતાની જેઠાણી ભદ્રાનું ખૂન કરીને ભાગી રહી છે, ને પાછળ એ આખો બંગલો પોતાના બે હાથ લાંબા કરી, હાથમાં ફાંસીનો ગાળીઓ લઈ, એની પાછળ દોડી રહ્યો છે.

'આપણે અમદાવાદમાં બેસીને જ કેમ કામ ન કરીએ?' કંચને વળતા દિવસથી વાદ લીધો. 'ત્યાં કામ કરવાની અનુકૂળતાઓ કેટલી છે ! ત્યાં રહીએ તો કોઇ કશી નબળી સબળી વાતો ન કરી શકે. ત્યાં રહીએ તો ભાસ્કરભાઈ, તમે પણ મને એકને જ સંભાળવાને બદલે બીજાં અનેક કામો સંભાળી શકો.'

'તારી તો વાત જ નાદાની ભરી છે.' ભાસ્કરે કંચનને એક ઝટકે ખતમ કરવા ઈચ્છયું; પોતાના ગામમાં તું તારી છાતી પર આ આખી કર્મ-કથાનો ભાર લઈ શું કામ કરવાની હતી? એ ને એ જ બાબતો, એ જ બંગલો,એ જ બધાં...'

'એ બધાં સાથે મારે કશો સંબંધ નથી.' કંચને ઝટ ઝટ કહી લીધું.

'ત્યારે આપણે આંહી બહારગામ શું દુઃખ છે? દુઃખ હતું - વીરસુત તરફથી માસિક રૂપિયા અનિયમિત મળતા હોવાનું, તે પણ હવે તો ટળ્યું છે. છેલ્લા ત્રણ માસથી તો દર મહિનાની બરાબર દસમીએ મનીઓર્ડર આવીને પડે છે.'

'એ વાત સાથે- '

'એ વાત સાથે આપણે પૂરેપૂરો સંબંધ છે. તેના પૈસા મળે એવું કોર્ટ મારફત તને કરાવી દીધું તો જ આ મુસાફરીઓ થાય છે ને આ સાડીઓ પહેરાય છે.'

કંચન સામો જવાબ ન વાળી શકી કે 'તારાં મુસાફરી ખરચો પણ તેમાંથી જ ઊપડે છે.' પણ કંચનને પહેલી જ વાર આટલું ભાન