પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એ બરડો : ૨૧૩


'કેમ છે ? શી હકીકત છે ?'

પિતા જવાબ ન આપી શકયા. ઓપરેશનના ઓરડામાં જાણે એકસામટાં એટલાં બધાં માણસોના શ્વાસ એકાએક રૂંધાઈ ગયા હતા. પિતા નયનો મીંચીને અસ્ત થતા સૂર્ય તરફ હાથ જોડી ઊભા હતા.પિતાએ જાણે કોઈ મૌનવ્રત ધારણ કર્યં હતું, વીરસુત કોને પૂછે ? એકાએક એની આંખો જમણી બાજુ લંબાયેલી લાંબી લાંબી પરશાળ પર ચાલી. એક સ્ત્રી ઊપડતે પગલે સામા છેડાનાં પગથિયાં ઉતરતી હતી. એની પીઠ એક જ ઝબકારો કરીને અદૃશ્ય બની.

ઘણી વાર પીઠ પણ ચહેરા જેટલી જ પિછાન આપતી હોય છે. વીરસુતને થયું કે આ પીઠ ક્યાંઈક ખૂબ ખૂબ જોઈ છે. પીઠ તો કંચનની જ વધુમાં વધુ જોવી પડેલી ખરી ને! કેમ કે જીવનમાં વધુ ભાગ રિસામણાંએ જ ભજવ્યો હતો. બહાર ગયાં હોય ત્યારે પણ રિસાયેલી પત્ની આગળ ને આગળ ચાલી જતી, પાછળ પાછળ પતિનાં હતાશ પગલાં ઘસડાયે જતાં; એકને પોતાની રીસ પીઠ પર જ બતાવવાની આદત પડી હતી, બીજાને એ પીઠ સોંસરી છૂરી ઘોંચી દેવા દિલ થતું હતું. ઘરમાં પણ રાતોની રાતો કંચન બરડો બતાવીને બેસી રહી હતી.

કંચન હશે ! હો કે ના હો, મારે શું ? હવે શો સંબંધ રહ્યો છે ? આંહીં શહેરમાં પાછી આવી છે એ તો ખબર છે. છેલ્લા મનીઓર્ડરની પહોંચ પર પણ આંહીંની જ છાપ હતી. ને પછી એક પૂછડા-શીંગડા વગરનું પોસ્ટકાર્ડ આવ્યું હતું કે 'હવે પછીનું સરનામું અમુક અમુક - અમદાવાદ.'

કુતૂહલને એ વધુ વારી ન શક્યો. પિતાને અસ્ત થતા સૂર્ય પ્રતિ મૂંગી વંદના કરતા છોડીને, દેવુની તબિયત માટે જાણવાની