પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૨૪ : તુલસી-ક્યારો


'મારાં નણંદ છે. તમારે કોનું કામ હતું?' ભદ્રા સહેજ કડક બની.

'કોઈનું નહિ. હું તો ખબર કાઢવા આવ્યો હતો. એ તમારાં નણંદને ક્યાં પરણાવ્યાં છે ?'

'જેપૂર. તમે દેવુની ખબર કાઢવા આવ્યા હો તો દવાખાને જાવ ભૈ. અહીં કોઇ નથી.'

'ના હું તો તમારી સૌની ખબર કાઢવા આવેલો હતો. બધાં મઝામાં છો ને ? કંચન આવે જાય છે કે ?'

'એ વાત કાઢશો નહિ ભૈ. એ વાત આંહીં અમે કરતાં નથી.' ભદ્રા બારણું બંધ કરવાની તૈયારી કરતી હતી.

ત્યાં તો ભાસ્કરે 'થોડું પાણી લાવશો ?' એમ કહી દિવાનખાનામાં એક ખુરસી પર આસન લઇ લીધું.

મને કમને ભદ્રા અંદર ગઇ ત્યારે એનો સ્વર સંભળાયો : 'યમુનાબેન ! આ શું કહેવાય બેન ! ડાહ્યાં થઈને કોઈને ઓળખ્યા પાળખ્યા વગર ગાળો દેવાય ?'

'ઓળખું છું...હું-હું-ઉં-ઉં-ઉં' યમુનાએ રૂદન માંડ્યું.

'પણ તમે તો કદી અમદાવાદ આવેલ નથી, જોયેલ નથી, એણે બીજાંને જે કર્યું તેમાં તમને આટલી શી દાઝ ?'

ભદ્રા એવા ખ્યાલમાં હતી કે યમુનાએ આ માણસને કંચન પ્રત્યેનાં આચરણને લઈને ગાળો કાઢી છે. એ માન્યતા યમુનાએ ભેદી -

'જોયો છે, જાણ્યો છે, જેપૂરમાં જોયો છે - મારું નસીબ ફોડનાર