પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૬૨ : તુલસી-ક્યારો


તારાં શૌર્ય હેઠાં બેસી જશે. ને મને તું મારી રીતે કામ લેવા દે, તારા જ્યેષ્ટારામ મામાને પણ પૂછી જોવા દે. એ ડાહ્યું માણસ છે; એ માર્ગ દેખાડશે. બાકી બાંધી મૂઠી ઉઘાડી પડી ગઈ, પછી દુનિયા તો ફરી તારી છાતી માથે જ ચડી બેસશે ભાઇ! એક વર્ષ પૂર્વેનો અનુભવ યાદ કર. આપણે જ્યેષ્ટારામને પૂછીને પાણી પીએ.'

પાછલી પરશાળના જમણા પાર્ટીશન પાછળથી એક અવાજ આવ્યો. 'ગમ ખાવાની ટેવ નહિ ના ! હે-હે-હે-હે-બધી વાતમાં તડ ને ફડ કરવાની જ ટેવ હે-હે-હે-હે.'

આ હાસ્યભર્યો સ્વર અંધા દવે જ્યેષ્ટારામ મામાનો હતો.

'ઓ જો બોલ્યો તારો મામો. સાંભળી ગયો લાગે છે. બોલાવું ? અલ્યા જાની, જરા આંહીં આવ તો.'

જ્યેષ્ટારામે હળવે પગલે, કશી જ ઉતાવળ વગર ખોટેખોટો હાથ દીવાલે મૂકતે મૂકતે, ને એક બે લથડિયાં ખાતે ખાતે, આવી પહોંચીને નીચે બેસી જઇ, અંધાપાનો વેશ કરતી આંખોના મચકારા મારીને પરભારી એક વાર્તાની જ શરૂઆત કરી દીધી-

'અમારા ગામમાં જુગલકિશોરની દીકરા-વહુને, દીકરો પાંચ વર્ષથી આફ્રિકા ગયેલો, તેની ગેરહાજરીમાં, આ જ રીતે પગલાં આઘાંપાછાં પડી ગયેલાં. પછી મને તેડાવેલો. આવી બાબતમાં આંધળા માણસનું ધ્યાન વધારે પોંચે. મને તેડાવ્યો ફાગણ શુદ પાંચમની રાતે, મારે જે સલાહ દેવી'તી તે દેઈને હું ઘેરે આવ્યો, ને વળતા દિ'ને પરોડિયે તો ભાઈ વીરસુત, તારી મામીને બાયડીઓ તેડવા આવી કે હાલો આભડવા, જુગલકિશોરના દીકરાની વહુ પાછી થઈ ! મેં ઉચ્ચાર્યું કે 'શિવ ! શિવ ! કેવી દૈવગતિ ! બાપડીને પૂનમે તો ધણી પાસે આફ્રિકા મોકલવી હતી. પોટુગરાપ પણ લેવરાવી લીધો'તો, ને પાસપોટ