પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કેવો નાદાન પ્રશ્ન ! : ૨૮૯


ઘરની સ્ત્રી કેમ કરીને રીઝે ?

કેવો નાદાન પ્રશ્ન ?

સ્ત્રી પુરુષનો જીવન-પ્રશ્ન શું રંજનનો છે ?

એનું મન ગોથાં ખાઇ રહ્યું. એને એનો ત્રણ વર્ષ પર મૂએલો પતિ સાંભર્યો. વીરસુતને મુકાબલે તો અભણ લેખાય એવો પતિ, છતાં આજે એનાં મૃત્યુ પછી ત્રણ વર્ષે, એ જાણે જંગબારની ખેપે ગયો હોય ને પલેપલ પાછા આવવાની વાર હોય એવું કેમ થતું હતું ? 'આવું છું' એવા શબ્દો પવનમાંથી સંભળાતા હતા. જીવનભર ન આવે તો પણ 'આવું છું, બિછાનું પાથરી રાખજે ! એ સુરો લોપાશે નહિ.

શા માટે આમ ?

એણે શું રિઝાવી હતી મને? એણે તો ઘણી વાર લાલ આંખો બતાવેલી. એક વાર કહ્યું હતું કે 'લે આ કમાડ ઊઘાડી આપું છું, જા ત્યારે જ્યાં જવું હોય ત્યાં ! ને એક વાર મને તમાચો ચોડ્યો હતો. ને યાદ આવે છે મૂઇ ! એક વાર તો મેં ય એને ધમકાવીને એક લાપોટ લગાવી દીધી હતી, તોય એ ગરીબડા ગુનેગારની જેમ ગુપચુપ બેસી રહ્યા હતા ! પ્રસંગ શાનો હતો એ? હાં-હાં-યાદ આવ્યું, બાપુજીની પાસે એમણે મારો ચંદનહાર મને પહેરાવવા માગેલો; બાપુજીએ કહેલું કે વીરસુતની વહુની ડોકમાં નાખવા હું કંઇક કરાવી શકું એટલી વાટ જો. હું એ જોગ કરી જ રહ્યો છું. ચાર મહિનાનું પેન્શન આવી રહેશે એટલે પૂરો વેંત થઇ રહેશે. આમ છતાં એમણે બપુજી પાસે હુજ્જત કરી, મને ચંદનહાર લાવી આપ્યો, ને ઉપર જાતે બાપુજીનું મારી પાસે ઘસાતું બોલી પોતાની બડાઇ મારેલી. તે વખતે રાતના બે વાગેલા. યાદ છે મને,