પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરનો ભેટો : ૩૦૫


પચીસ વર્ષોની માટી વાળી દઇએ, તો પણ કોણ જાણે ક્યાંથી ધરતી ફાડીને એ નીકળી પડે છે.'

ભદ્રા પોતાની સામી બાજુના છેવાડા ખાનામાં ચલી રહેલ આ વાર્તાલાપ તરફ વધુ ને વધુ ખેંચાતી ગઈ. એને સ્વર કંઇક પરિચિત લાગ્યો. થોડો ફેર પડ્યો હતો, કંઠમાં દુર્બળતા હતી, પણ બોલવાનો ઠસ્સો બદલાયો નહોતો. કોનો હતો આ કંઠ ? સામાન્ય સો સો કંઠથી જુદો પડી રહે તેવો એ ભરેલો હતો.

'લે દીકરા લે ,' બિસ્તરનો ભાર ન સહેવાતાં ઘડીક નીચે મૂકતી ને પાછું ઉપાડી ઊંચું કરતી એ બુઢ્ઢીની ગામડિયણ જેવી ભાષા હતી.

'લઇ લોને યાર !' પોલીસ પોતાના કેદીને કહેતો હતો :'એ ડોકરીનો જીવ રાજી રાખો ને ! એ દુવા દેશે તો તમે છૂટી જશો.'

'નહિ રે ભાઇ, નથી છૂટવું. છૂટીશ એટલે પછી શું હું આ માની સામે ય જોવાનો છું ! એ ક્યાં પડી સડે છે તેની પણ ભાળ લેવા જવાનો છું ! જા બા, મારે તારી આશિષો નથી જોઈતી.'

'લે ભાઇ લે...'

'બાઇ માણસનું માન રાખો ને યાર !' પોલીસનું જીગર દુબળું પડતું હતું.

'ત્યારે તમને ખબર નથી નાયક.' એ કેદી એ રણકો કરતા સ્વરે કહ્યું : 'મેં આખી જુવાની બાઈ માણસોને રાજી રાખ્યા સિવાય બીજું કામ નથી કર્યું. ને હવે પાછો છૂટું તો એ કામ વગરનું બીજું કોઇ કામ મને સૂઝવાનું પણ નથી. પણ એ બાઇઓ આ બાઇથી બધી રીતે જુદી હતી. આ તો બુઢ્ઢી ને બોખલી મા છે. એને હું કદી રાજી રાખી શકું નહિ. એવો દંભ હું ઘડીભર કરું તો આ