પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૨૬ : તુલસી-ક્યારો


'ચુપ રહે ભાઇ! બોલ મા !' સોમેશ્વરે સાળાનો પંજો દાબ્યો. 'હું હાર્યો છું. મેં આ શું કર્યું ? હેં જ્યેષ્ઠા !તેં આ શી સલાહ દીધી'તી મને ?'

'શું છે ?' જ્યેષ્ઠારામ હસ્યો.

'આ કોનું સંતાન ! હેં ? આ કોનું હશે ?'

'એ તો ખબર નથી દવેજી ! પણ તમને કંઇ ખબર છે કે હું મારી માને પેટે કોનો જન્મ્યો હતો ? હેં દવે, પાકી ખબર છે તમને કે હું મારા બાપનો જ છું, હેં?'

એવા બોલનાં તાળાં સોમેશ્વરની જીભને દેવાય તે પૂર્વે તો અંધાએ આગળ પ્રશ્ન કર્યો, 'ને તું પંડે તારી માને પેટે કોનાથી, તારા બાપથી જ પાકેલ તેની તને ખાતરીબંધ ખબર છે કે દવે ! એંશી એંશી વરસના આપણા ન્યાતીલાને પૂછી જોશું હેં દવે, કે મારી ને તારી માના પેટે હું ને તું કોનાથી પાક્યા'તા ?'

સોમેશ્વર ચૂપ બન્યો - થોડી વાર એ મૌન ટક્યું - એ મૌનને વીંધીને બૂમ પડી 'ઓ બાપુજી ! ઓ મારા બાપુજી ! ઓ...ઓ...ઓ...'

'જાઓ દવે !' અંધાએ કહ્યું, 'ને મને ય લેતા જાવ. કોઇએ સંતાન કોનું છે એવું પૂછવા જેવું નથી.તે પૂર્વે આપણે આપણી જાતને પૂછવું કે હું પોતે કોનો હોઇશ ? માટે ચાલો. એને હિંમત આપો પરશાળમાં બેસીને.'

બીજાને હાથે દોરાતો અંધ તે ટાણે સોમેશ્વરને દોરી પ્રસવ-ખંડ પાસે લઈ ગયો ને ઊભો રહ્યો તે પછી પ્રસવની ભયંકર વાણ્ય આવી. ચીસ પડી !'બાપુજી, ઓ મારા.......'

'હો બચ્ચા ! આ રહ્યો હું બચ્ચા ! બડકમદાર !'