૬૮ : તુલસી-ક્યારો
કંચન મનમાં મનમાં તો કાગાળ પૂરેપૂરો વાંચી ગઈ. પણ છેવટે એણે કહ્યું : ' આટલું લાંબુ લપસીંદર શું લખ્યું છે છોકરાએ ? મારૂં તો માથું દુઃખવા આવ્યું. લ્યો, તમે જ વાંચી લેજો ભૈસાબ. મને એના અક્ષરો ઉકલતા નથી.'
એમ કહી કાગળને ઉઘાડો ને ઉઘાડો રસોડામાં ફેંક્યા જેવું કરીને કંચન મોટરમાં બહાર ચાલી ગઇ. તે પછી ભદ્રાએ રસોઈ પતાવીને કાગળ હાથમાં લીધો. પહેલાં તો એ ચોળાઇ ગયો હતો તેની સરખી ઘડી વાળી. પછી કવરમાં નાખ્યો. ને પછી પોતે કવર ખોલીને અંદરથી પહેલી જ વાર કાઢતી હોય એવા ભાવથી એણે કાગળ ઉઘાડી વાંચવા માંડ્યું:-
'ગંગા સ્વરૂપ ભદ્રા ભાભુના ચરણમાં છોરૂ દેવુના સાષ્ટાંગ દંડવત: તમે ચાલ્યા તે પછી અનસુ આખો દિવસ રમી છે. ફક્ત એક જ વાર બા બા કરેલ છે. એને બર દામાં દુઃખાવો થતો હતો ત્યારે દાદા તેલ ચોળી દીધું છે. એનું માથું બા ફોઇએ મીંડલા લઈને ગૂંથી દીધું છે. તમે ઘેર નથી તેથી બા ફોઇ ડાહ્યાં થઈ ગયાં છે. અનસુ તમને યાદ કરે કે તુરત હું અનસુને ખાઉ ખાઉ આપું છું. દાદાજીએ કહ્યું કે દેવુ, આજે જ ભાભુ ગયાં તો પણ આજ ને આજ કાગળ લખી નાખ, કેમ કે ભાભુને ચિંતા થાય. ચિંતા કરશો નહિ, ને બા માંદા છે તે સાજાં થાય ત્યાં સુધી નિરાંતે રહેજો. બાને કાગળ લખવા કહેજો. ને ભાભુ, અનસુ મારી પાસે જ બેઠી છે. એણે આ કાગળમાં બાને કાગળ લખ્યો છે, આ લીટા એણે કર્યા છે. આ ડાઘા એના હાથના છે. દાદાજી આજે પાંચ વાર અનસુના ઘોડા થયા હતા. કાલે પાછો બીજો કાગળ લખશું. રોજે રોજ અનસુના ખબર લખશું. જીવ ઉચક રાખશો નહિ. દાદા ફરી ફરી લખાવે છે કે બાનું શરીર સારૂં થાય ત્યાં સુધી રોકાજો, બાને