પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૪૩
ત્યાગમૂર્તિ.

પિતાપુત્રભેદ પિતા ધનવાન છે ને ભેગી છે. પુત્ર ત્યાગી છે, સાદું જીવન ગાળવા ઈચ્છે છે. પિતા શકે છે. પુત્ર શું કરવું ? મારી અલ્પમતિ પ્રમાણે મને લાગે કે પુત્ર પેાતાની ત્યાગવૃત્તિને ન ડે. વિનયપૂર્વક પિતાને સમજાવે. પુત્રમાં વિવેક અને દૃઢતા બન્ને હોય છે ત્યાં પિતા વચ્ચે નથી પડતા એમ મારૂં માનવું છે. પુત્ર ઘણી વેળા ઉદ્દત બની ત્યાગને પણ સ્વચ્છંદનુ રૂપ આપી પિતાને ચીઢવે છે. આવા ત્યાગને હું ત્યાગ નથી ગણતા. શુદ્ધ ત્યાગમાં એટલી ખધી નમ્રતા હાય છે કે ત્યાગને પિતા જોતા પણ નથી. ત્યાગને મારું સ્વરૂપ આપવાની આવશ્યકતા નથી હોતી. સ્વાભાવિક ત્યાગ પ્રવેશ કરતાં પહેલાં વાળ નથી વગાડો. તે અદૃશ્ય રીતે આવે છે ને કાઇને ખબર સી નથી પડવા દેતા. એ ત્યાગ શાભે છે ને નભે છે. એ ત્યાગ કાને વધારે પડતા નથી લાગતા તે ચેપી નીવડે છે.